પોતાના અભિનયથી દર્શકોના દિલમાં અલગ જગ્યા બનાવનાર એક્ટર ઋત્વિક રોશન આજકાલ ફરી એકવાર પોતાના અંગત જીવન ના કારણે ચર્ચામાં છે. ઋત્વિક રોશને ગુરુવારે પોતાના ઇન્સ્ટાગ્રામ પર સબા આઝાદ સાથેની તસવીરો શેર કરી છે જેણે ઇન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો છે.
ઋત્વિક પોતે પ્રૉફેશનલ લાઇફની સાથે સાથે હવે તે પોતાની પર્સનલ લાઇફના કારણે પણ ચર્ચામા આવ્યો છે, આજકાલ તે પોતાની કથિત ગર્લફ્રેન્ડ સબા આઝાદ (Saba Azad) સાથેના ડેટિંગને લઇને ભારે ચર્ચામાં છે. બન્ને અનેક વાર એકબીજાના સાથે નજરે ચડ્યા છે, અને સોશ્યલ મીડિયા પર પણ તેમની અનેક તસવીરો પણ સામે આવે છે.
View this post on Instagram
સોશિયલ મીડિયા પર ફેન્સ કરી રહ્યા છે અવનવી કૉમેન્ટ :
મળતી માહિતી મુજબ ઋત્વિક રોશન અને સબા આઝાદ એક સાથે લંડનમાં વેકેશન એન્જૉય કરી રહ્યાં છે. ઘણા બધા ફેન્સ ઋત્વિક અને સબાની તસવીરો પર અલગ અલગ કૉમેન્ટ કરી રહ્યાં છે. એક યૂઝરે કૉમેન્ટમાં લખ્યુ “શાહી બિરિયાની સાથે ઈલાયચી”, તો કેટલાક લોકો કહી રહ્યા છે કે “પહેલા વળી વધારે સુંદર હતી” વળી બીજા એક યૂઝરે કટાક્ષ કરતા લખ્યું- “આ જ કારણે મૂવી નથી ચાલતી.”
ઇન્સ્ટાગ્રામ પર શેર કરી નવી તસવીરો :
જયારે સમગ્ર દેશમાં એક તરફ કરવા ચૌથ ની ધૂમ હતી ત્યારે બીજીબાજુ ઋત્વિક રોશને પોતાની ગર્લફ્રેન્ડની લેટેસ્ટ તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરીને ફેન્સ ને ચોંકાવી દીધા હતા. આ તસવીરમાં સબા આઝાદ પાછળ એક બેન્ચ પર બેસેલી દેખાઈ રહી છે, તસવીરને જોઇને એવુ લાગી રહ્યું છે કે ઋત્વિક રોશને અચાનક તસવીર કેપ્ચર કરી લીધી છે.
Leave a Reply
View Comments