અરે….બાપરે….પાન-મસાલા, ગુટકાનુ સેવન કરતા હોય તેવા લોકોને પકડીને જુઓ કેટલો બધો દંડ ઉઘરાવવામાં આવ્યો. તમને જણાવી દઈએ કે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં અંદાજીત દરરોજ 10 હજાર જેટલા લોકોની અવર જવર થતી રહેતી હોઈ છે. હોસ્પિટલમાં આવતા દર્દીઓના સગાવહાલા કે જેઓ પાન-મસાલા ખાતા હોઈ છે તેવા લોકો ને પકડી ને ફ્રેબુઆરી મહિનાથી 20 માર્ચ સુધીમાં રૂ.40 હજાર જેટલો ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે.
મળતી માહિતી મુજબ અંદાજે 104 કિલો જેટલો પાન-મસાલા, ગુટકાનો જથ્થો જપ્ત કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી છે. વધુમાં જણાવી દઈએ કે આ ઉપરાંત સ્મીમેર હોસ્પિટલમાં નિર્ધારીત કરવામાં આવેલ પાર્કિંગ લોકેશન પર ગાડી પાર્ક ન કરવાને કારણે સારવાર લેવા આવતા દર્દીઓ, કર્મચારીઓ તેમજ શબવાહિની અને એમ્બ્યુલન્સની અવર જવરમાં મુશ્કેલીઓ ઉપસ્થિત થતી હોય છે.
આ મામલે પાર્કિંગ બાબતે સ્પેશિયલ ચેકિંગ હાથ ધરવામાં આવતા ચોકક્સ જગ્યા ઉપર પાર્કિંગ ન કરવા બદલ ફેબ્રુઆરી-2023 થી આજદિન સુધી કુલ રૂ.46,600/- નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે.
Leave a Reply
View Comments