ઘણા એવા દંપત્તિઓ એવા છે જેમણે પોતાના હનીમૂન અંગે ડેસ્ટિનેશન્સ શોધવાનું શરુ કરી દીધું છે અને તેની સામે કેટલાક દંપત્તિઓ એવા છે જેઓ હજુ પણ મૂંઝવણ માં છે. તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી કારણકે અમે તમને હનીમુન માટે પરફેક્ટ જગ્યા વિષે માહિતી આપવા જઈ રહ્યા છીએ.
1. કુર્ગ : અહીં તમને ઘણા બધા શાનદાર વૉટરફૉલ અને કૉફીના હર્યાભર્યા બગીચા જોવા મળશે. જો તમને વધુ પડતું ઠંડુ સ્થળ પસંદ નથી તો કુર્ગ તમારા માટે એક પરફેક્ટ ડેસ્ટિનેશન સાબિત થઇ શકે છે. અહીંના ઉંચા પહાડ અને હર્યાભર્યા બગીચા તમારું દિલ જીતી લેશે.
2. ઊટી : ઊટીમાં જોવા માટે ઘણી સુંદર જગ્યાઓ છે. હીં ઘણા લેક, વોટરફોલ અને ડેમ છે. ઓક્ટોબરથી લઇને ફેબ્રુઆરી સુધીનો મહિનો અહી જવા માટે પરફેક્ટ માનવામાં આવે છે.
3. ડલહોજી : જો તમારા લગ્ન શિયાળામાં થયા છે તો ડલહોજી એક પરફેક્ટ હનીમુન ડેસ્ટિનેશન તમારા માટે સાબિત થઈ શકે છે. અહીં શિયાળામાં ભારી માત્રામાં બરફવર્ષા થાય છે. શિયાળામાં અહીં સ્નોફોલ પણ જોવા મળે છે.
4. ગંગટોક : ભારતના લોકપ્રિય હનીમુન ડેસ્ટિનેશન્સ એટલે ગંગટોક. અહીં સન રાઈઝ ખૂબ સુંદર હોય છે. જો શિયાળામાં લગ્ન થયા છે તો તમે હનીમુન માટે અહીં જઇ શકો છો.
Leave a Reply
View Comments