Surties : સુરતની ત્રણ બેઠકોના ઉમેદવારો સામે ભાજપમાં છૂપો અસંતોષ

ઝંખના પટેલ ને લઈને હવે ધીરે ધીરે વધુ મામલો ગરમાાઈ રહ્યો છે. રાજા પટેલ કોળી પટેલ સમાજમાં અગ્રણી તરીકેની ભૂમિકા ભજવતા હતા. તેમના આ વિસ્તારમાં કરેલા કામો ને કારણે તેમની દીકરી ઝંખના પટેલ પણ જ્યારે રાજકારણમાં આવી ત્યારે સ્થાનિક લોકોએ તેને ખૂબ જ સપોર્ટ કર્યો હતો. તેના કારણે તે ભારે લીડથી જીતતી રહી છે.

પરંતુ આ વખતે ભાજપમાં જ વ્હાલા દવલાની નીતિને કારણે ઝંખના પટેલ નું પત્તું કાપવામાં આવી રહ્યું છે. જો આ જ પ્રકારનો કાંઠા વિસ્તારમાં સતત મતદારોનો રોષ જોવા મળે તો ભારતીય જનતા પાર્ટીને તેનું નુકસાન પણ સહન કરવું પડી શકે છે. “ફોર્મ ભરવાની સાથે ઉમેદવારો નું શક્તિ પ્રદર્શન” અંતિમ દિવસમાં અંતિમ ઘડીએ જ ફોર્મ ભરવા ઉમેદવારો પહોંચવાના છે. કારણ કે, બાકી રહેલા મોટાભાગના ઉમેદવારો રેલી સ્વરૂપે પોતાનું શક્તિ પ્રદર્શન કરી ફોર્મ ભરવા પહોંચવાના છે.

વરાછા માંથી કુમાર કાનાણીની રેલી સ્વરૂપે ફોર્મ ભરવા નીકળશે તો તેની સામે અલ્પેશ કથીરિયા પણ રેલી સ્વરૂપે ફોર્મ ભરવા જવાના છે અને કોંગ્રેસમાંથી પ્રફુલ તોગડિયા અને ચોર્યાસી બેઠકના ઉમેદવાર સંદીપ દેસાઈના સમર્થકોના શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરવા પહોંચશે. બીજી તરફ મથુરામાંથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કાર્યકર્તાઓના શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરવા પહોંચશે.

આમ જુદા જુદા તમામ ઉમેદવારો પોતાના કાર્યકર્તાઓ અને સમર્થકોના શક્તિ પ્રદર્શન સાથે વહેલી સવારે ફોર્મ ભરવા માટે રવાના થશે. આ તમામ ઉમેદવારો પોતાના સમર્થકો સાથે એક જ સમયે ફોર્મ ભરવાની કચેરી પર પહોંચે તેવી શક્યતા જોવા મળી રહી છે. જેને લઇ અંતિમ ઘડી સુધીમાં ફોર્મ ભરવા માટે પડાપડી થઈ શકે છે.