અઠવાલાઈન્સ પોલીસ દ્વારા જુદા જુદા ગુના હેઠળ ડિટેન કરેલા વાહનો નજીકમાં જ આવેલા કંપાઉન્ડ મુકવામાં આવ્યા છે.દરમિયાન ગત મોડ઼ી રાત્રે અચાનક વાહનોમાં આગ ફાટી નીકળી હતી.કેટલાક વાહનોની ટાકીઓમાં પેટ્રોલ હોવાના લીધે આગમાં ઘી નાખવા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.પેટ્રોલને લીધે આગ વિકરાળ બની ગઈ હતી અને આસપાસ મુકેલા વાહનો લપેટમાં આવતા વાહનો ભડભડ સળગવા લાગ્યા હતા.ઘટના અંગે ખબર પડતા પોલીસ ત્યાં દોડી આવી હતી અને પરિસ્થિતિ જોઈ તાત્કાલિક ફાયર કન્ટ્રોલને જાણ કરતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગને કન્ટ્રોલમાં લેવાની કવાયત હાથ ધરી હતી .
ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી અઠવાલાઇન્સ પોલીસ મથકની નજીક આવેલા કમ્પાઉન્ડમાં બાઈક તેમજ ફોર વ્હીલ સહિતના વાહનો મુકેલા હતા આ તમામ વાહનો પોલીસ દ્વારા જુદા જુદા ગુનામાં ડિટેન કરવામાં આવેલા હતા.બે કમ્પાઉન્ડ પૈકી એકમાં 100 જેટલા અને બીજામાં 200 જેટલા વાહનો હતા.દરમિયાન મોડી રાત્રે પોણા ત્રણેક વાગ્યાના અરસામાં અચાનક એક કમ્પાઉન્ડમાં આગ ભડકી ઉઠી હતી અને જોત જોતામાં ત્યાં પડેલા વાહનોને લપેટમાં લઇ લેતા વાહનો ભડભડ સળગવા લાગ્યા હતા.આગ એટલી ભીષણ બની ગઈ હતી કે વાહનો બળવાની સાથે પેટ્રોલની ટાંકીઓ પણ ફાટવા લાગી હતી.
ઘટનાને પગલે ત્યાં હાજર પોલીસ કર્મીઓ દોડી આવ્યા હતા.આગનો ભીષણ સ્વરૂપ જોઈ ફાયર કન્ટ્રોલને જાણ કરવામાં આવી હતી જેથી મુગલીસરા અને મજુરા ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગને કન્ટ્રોલમાં લેવાની કવાયદ હાથ ધરી હતી.ફાયર ઓફિસર બળવંત સીંગે જણાવ્યું હતું કે ભીષણ આગમાં 20 થી 25 જેટલી બાઈક તથા એક ફોર વ્હીલ સહિંતના વાહનો સંપૂર્ણ બળી ગયા હતા. ભારે જહેમત કરી એક કલાકે આગ કાબુમાં આવી હતી.સમયસર આગ કન્ટ્રોલમાં આવી જતા બાકીના વાહનો બચી ગયા હતા.આગ લાગવાનો ચોક્કસ કારણ જાણવા નહીં મળ્યું.
ભીષણ આગને પગલે પેટ્રોલની ટાકીઓ ફાટવા લાગી હતી.
ફાયર ઓફિસર બળવંત સીંગે જણાવ્યું હતું કે પોલીસ દ્વારા કબ્જે લેવાયેલા 100 થી વાહનો કમ્પાઉન્ડમાં મુકવામાં આવેલા હતા.લગભગ 2-5 વર્ષથી આ વાહનો અહીં પડેલા હતા.રાત્રે કોઈ કારણસર આગ લાગ્યા બાદ વાહનો આગની લપેટમાં આવી ગયા હતા અને સળગવા લાગ્યા હતા.આગ એટલી ભીષણ બની ગઈ હતી કે હિટ અને આગની જ્વાળાઓથી વાહનોના પેટ્રોલની ટાકીઓ ફાટવા લાગી હતી.પેટ્રોલના લીધે પણ આગ વધુ ભીષણ બની રહી હતી.જોકે ભારે જહેતમ બાદ અને સમયસર આગને કન્ટ્રોલમાં લઇ લેવામાં આવી હતી જેથી બાકીના ઘણા વાહનોને બચાવી લેવામાં આવ્યા છે.નહિતર તમામ વાહનો બળીને ખાખ થઇ જાત.
Leave a Reply
View Comments