હાલ ગુજરાતમાં ચૂંટણી નો માહોલ ધમધમી રહ્યો છે. આ ચૂંટણી ના માહોલ દરમિયાન ગુજરાત ગૃહ મંત્રી હર્સ સંઘવીના કર્યોની સરાહના કરતો એક પત્ર હાલ સામે આવ્યો છે.
: લેટર :
મારું નામ હંસાબેન જયંતીભાઈ પટેલ છે. હું સુરતમાં મગદલ્લામાં ગામ માં રહું છું. જ્યારે કોરોના નો પહેલો તબક્કો આવેલો ત્યારે મને પણ કોરોના થયેલો. ત્યારે મારા બે છોકરાઓ મને અટલ સંવેદના કેન્દ્ર જે કોરોનાના દર્દી માટે હર્ષભાઈ સંઘવીના નિરીક્ષણ હેઠળ ચાલતું હતું ત્યાં લઈ ગયેલા. હું જ્યારે દાખલ થવા માટે હોસ્પિટલમાં ગઈ ત્યારે હિંમત અને જિંદગી બંને થી હારી ગઈ હતી. મારા મનમાં એવી બીક પેશી ગયેલી કે હવે હું જીવતી આ ઘરમાં પાછી નહીં આવું. પરંતુ જ્યારે હું હોસ્પિટલમાં દાખલ થઈ ત્યાર પછી હર્ષભાઈ સંઘવી એમના ડોક્ટરોની પૂરી ટીમ દ્વારા જે મને વિશ્વાસ અને સાહસ મળ્યો એનાથી મેં કોરોનાને માત આપી અને સારી થઈ અને ઘરે આવી. મને કેન્સર પણ હતું. જોઈન્ટ રિપ્લેસમેન્ટ પણ ઓપરેશન કરાવેલું પ્રેશર ડાયાબિટીસ વગેરે બીમારી મારા શરીરમાં હોવા છતાં પણ હું સારી થઈ અને પાછી ઘરે આવી. હું જે સારી થઈ એની પાછળ હર્ષભાઈ અને તેમની પૂરી ટીમનો ઘણો ઘણો આધાર મને મળ્યો. મેં જોયું જ્યાં દીકરા દીકરી મા બાપને હોસ્પિટલમાં મૂકીને ચાલ્યા જાય છે જોવા પણ નથી આવતા એવા સમયમાં હર્ષભાઈ વગર કોઈ ડરે દરેક દર્દીઓ પાસે જાતે જતા વાતચીત કરતા એમને હિંમત આપતા અને સારા થવાની શુભેચ્છા પણ આપતા. હર્ષભાઈ ને મેં પોતાનો ત્રીજા દીકરાના રૂપમાં જોયા. આવા સેવાભાવી રાજા નસીબ થી મળે છે એમના જેવા નેતા અમે નથી જોયા મારા ખુલ્લા દિલથી એમને ખૂબ આશીર્વાદ છે કે એ ઉતરોતર પ્રગતિ કરે ઘણા આગળ જાય એવી પરમાત્માને પ્રાર્થના ૐ – હંસાબેન જે પટેલ
View this post on Instagram
Leave a Reply
View Comments