ભારતીય ક્રિકેટર પોતાની રમત થી ક્રિકેટના મેદાનમાં પોતાની છાપ છે તેવી જ રીતે કેટલાક ક્રિકેટ પોતાના અંગત જીવનની કેટલીક ક્ષણ પોતાના ફેન સાથે શેર કરતા હોઈ છે.
હાર્દિક પંડ્યા આ દિવસોમાં IPL 2023માં તેની ટીમ ગુજરાતના શાનદાર પ્રદર્શનને કારણે ચર્ચામાં છે. તે જ સમયે, હાર્દિક પણ મેચો વચ્ચે પરિવારને સમય આપી રહ્યો છે, જેનો નજારો તેણે સોશિયલ મીડિયા પર રજૂ કર્યો અને તેનો એક ક્યૂટ વિડીયો ઘણો વાયરલ થયો છે.
View this post on Instagram
હા, કેપ્ટન હાર્દિક પંડ્યાની ટીમ ગુજરાતે સમગ્ર સિઝનમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું, જેના કારણે જીટી પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે અને આ ટીમ ટૂંક સમયમાં પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની જશે.
હાર્દિક પંડ્યાએ ઈન્સ્ટાગ્રામ પર એક રીલ વિડીયો શેર કર્યો છે જેમાં રીલમાં હાર્દિક તેના પુત્ર અગસ્ત્ય સાથે જોવા મળે છે. આ વિડીયોમાં હાર્દિક અગસ્ત્યને ભણાવતો જોવા મળ્યો હતો. બીજી તરફ, રાશિદ ખાન સહિત ઘણા ખેલાડીઓએ રીલ પર સુંદર પ્રતિક્રિયાઓ આપી.
Leave a Reply
View Comments