સાઉથ સુપરસ્ટાર યશે વર્ષ 2022માં ‘KGF 2’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મ આપી છે. આ ફિલ્મે માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી છે. હવે યશના ચાહકો ‘KGF’ના ત્રીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન ક્રિકેટર હાર્દિક પંડ્યાએ એક પોસ્ટ શેર કરી બધા ને ચોંકાવી દીધા છે, જે બાદ ફરી એકવાર ‘KGF 3’ની ચર્ચા સોશિયલ મીડિયા પર થવા લાગી છે.
ક્રિકેટર હાર્દિક પંડ્યાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો પોસ્ટ કરી જેમાં તેની સાથે યશ અને કૃણાલ પંડ્યા જોવા મળી રહ્યા છે. તસવીરોમાં યશ સાથે હાર્દિક પંડ્યાની સારી બોન્ડિંગ જોઈ શકાય છે. આ તસવીરો શેર કરતા હાર્દિક પંડ્યાએ કેપ્શનમાં લખ્યું, ‘KGF 3’. આ કેપ્શને તમામ લોકો નું ધ્યાન ખેંચ્યું છે અને લોકો અનેક અટકળો લગાવતા થઇ ગયા છે.
View this post on Instagram
આ પોસ્ટ પર લોકો ઢગલાબંધ કોમેન્ટ કરી રહ્યા છે કોઈકે લખ્યું કે ‘મને લાગે છે કે હાર્દિક પંડ્યા KGF 3માં કેમિયો કરશે’ અન્ય એક ચાહકે લખ્યું, ‘KGF 3માં પંડ્યા વિલન હશે’. આ રીતે, યુઝર્સ કોમેન્ટ બોક્સમાં ‘KGF 3’ વિશે ઉત્સાહ બતાવી રહ્યા છે. હાર્દિક પંડ્યા કે કૃણાલ પંડ્યા KGF 3 માં જોવા મળશે કે કેમ એ વાત હતું સત્તાવાર સામે આવી નથી.
બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડન ‘KGF 2’નો ભાગ રહી ચૂકી છે, જેમાં તેની એક્ટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. તાજેતરમાં જ્યારે રવિના એક ઇવેન્ટમાંથી બહાર નીકળી રહી હતી ત્યારે પાપારાઝીએ તેને કહ્યું કે અમે KGF 3ની રાહ જોઈ રહ્યા છીએ. આના જવાબમાં રવિના ટંડને કહ્યું કે આ ફિલ્મ બહુ જલ્દી આવશે.
Leave a Reply
View Comments