ગુજરાતી હાર્દિક પંડ્યા હવે ન્યુઝીલેન્ડ સામે આ ઘાતક ખેલાડીને મેદાનમાં ઉતારશે….- જુઓ કોણ છે આ ધુરંધર બલ્લેબાઝ

Surties - Surat News

વર્લ્ડ કપની કારમી હાર ભૂલી ને હવે ભારતીય ટિમ ટી-20 સિરીઝ રમવા માટે ન્યૂઝીલેન્ડ ખાતે પહોંચી ચુકી છે. તા. 18 નવેમ્બરથી 22 નવેમ્બર સુધી ભારત અને ન્યૂઝીલેન્ડ નો ખરાખરીનો જંગ જામશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા આ સિરીઝ માં નવા યુવાનોને સ્થાન આપવામાં આવ્યું છે.

Surties - Surat News

આ શ્રેણી ની પ્રથમ મેચ 18 નવેમ્બર શુક્રવારના રોજ રમાવવાની છે એન હાર્દિક પંડ્યાને કેપ્ટન રૂપે મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે સાથે સાથે રિષભ પંતને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હાર્દિક પંડીયા એ સિરીઝ શરુ થતા પહેલાજ એક મોટો સંકેત આપ્યો કે આ ધુઆધાર ખેલાડી ડેબ્યુ કરી શકે છે.

હાર્દિક પંડ્યા પ્રથમ મેચમાં જ આ 22 વર્ષીય ખેલાડીને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપશે તેવી માહિતી સામેઆવી રહી છે. કદાચ ત્રણેય મેચમાં તે સારું પ્રદર્શન કરીને ટિમ ઇન્ડિયામાં કાયમી સ્થાન બનાવી શકે છે.

Surties - Surat News

મળતી માહિતી મુજબ પ્રથમ ટી-20 મેચમાં હાર્દિક પંડ્યા સ્ટાર ઓપનર બેટ્સમેન શુભમન ગિલને ડેબ્યૂ કરવાની તક આપી શકે છે. આ આગાઉ પણ શુભમન ગિલ વન-ડે ફોર્મેટમાં ઘણું સારું પ્રદર્શન કરી ચૂક્યો છે. હવે ટી-20 ફોર્મેટમાં તેને અજમાવવામાં આવી શકે છે.