મેદાનમાં જ ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યો હાર્દિક પંડ્યા, વિડીયો જોઈ તમે પણ ભાવુક થઈ જશો

Surties - Surat News

T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતે ભવ્ય વિજય મેળવ્યા બાદ સૌ કોઈ આનંદ ઉલાલસ થી જુમી રહ્યા હતા. ભારતીય ટીમની જીતમાં વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા સહીત તમામ ખેલડીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ શાનદાર મેચમાં હાર્દિક એ મહત્વની 3 વિકેટ લીધી અને પછી અમૂલ્ય 40 રન બનાવી ટીમ ઈન્ડિયાને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી.’ મેચ પત્યા પછી હાર્દિક પંડ્યા ભાવુક થયો અને દિવંગત પિતાને પણ યાદ કર્યા.

હાર્દિક પંડ્યાએ કહ્યું- ”હું હંમેશા તેમનો આભારી રહીશ. જો તેમણે મને તક ન આપી હોત તો આજે હું અહીં ઉભો ન હોત. તેમણે ઘણાં બલિદાન આપ્યાં છે. તે પોતાના બાળકો માટે બીજા શહેરમાં સ્થાયી થયા. હું ત્યારે છ વર્ષનો હતો અને તે બીજા શહેરમાં સ્થાયી થયા હતા અને ત્યાં ધંધો કર્યો. આ બહુ મોટી વાત છે.’ વધુ માં જણાવ્યું કે આજે પહેલી મેચ હતી એટલે ખુબ મહત્વની હતી અને તે પણ પાકિસ્તાન વિરુદ્ધ. મેં અને વિરાટે ભલે સારું પ્રદર્શન કર્યું પણ જીતમાં બધાનું યોગદાન હતું. અર્શદીપ, શમી, ભુવનેશ્વરની બોલિંગ શાનદાર હતી. સૂર્યાના ચોગ્ગા મહત્તવપૂર્ણ હતા’. હાર્દિક પડ્યાનો આ ભાવુક વિડીયો સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થયો છે અને તમામ લોકો આ વિડીયો ને શેર પણ કરી રહ્યા છે.

Surties - Surat News