OMG : અહીંયા ગાડી ઉડે છે? તમારા મગજ પર કાબૂ રાખીને આ વિડીયો જોવો

surties

બાઇક, કાર, સાઇકલ કે સ્કૂટી… દરેક વ્યક્તિએ પાર્કિંગ એરિયામાં ઊભેલા વાહનો જોયા જ હશે. પરંતુ શું તમે ક્યારેય આમાંથી કોઈ વાહનને દિવાલ પર લટકતું જોયું છે? જો નહીં, તો તમને એક વિડીયોમાં આવું દ્રશ્ય જોવા મળશે. આ પહેલા ચીનમાંથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં દંડ ભરવાથી નારાજ વ્યક્તિએ કાર ઘરના ધાબા પર મૂકી દીધી હતી. ટેરેસ પર રખાયેલા વાહનો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

આ વાયરલ વિડીયો ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવી છે. કેપ્શનમાં લખ્યું છે- beta scooty kahi safe jageh par park kar dena । Didi : haanji papa. 22 સેકન્ડના વિડીયોમાં જોઈ શકાય છે કે વ્યસ્ત માર્કેટમાં એક સલૂનની ​​બિલ્ડીંગ પર સ્કૂટી લટકી રહી છે. વાહનમાં જાડા વાયરો વીંટળાયેલા છે. કોઈએ લટકતી સ્કૂટી જોઈ અને તેનો વિડીયો બનાવ્યો. 20 જૂને શેર કરવામાં આવેલી આ ક્લિપને 1 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. તે જ સમયે, લગભગ 1 હજાર લોકોએ તેને પસંદ કર્યું છે. યુઝર્સ પોસ્ટ પર વિવિધ રીતે કોમેન્ટ કરી રહ્યા છે.

મીડિયા અહેવાલ મુજબ આ મામલો જમ્મુ-કાશ્મીરનો છે. જ્યાં રવિવારે સાંજે આવેલા વાવાઝોડામાં ભારે નુકસાન વચ્ચે ગ્રેટર કૈલાશ વિસ્તારમાં એક સ્કૂટી લગભગ 15 ફૂટ ઉપર ઇલેક્ટ્રિક વાયર પર લટકી ગઈ હતી. આ નજારો જોવા માટે આખા બજારમાં ભીડ ઉમટી પડી હતી. ત્યારબાદ ક્રેઈન બોલાવીને વાહનને નીચે ઉતારવામાં આવ્યું હતું.