જિમમાં મશીનો પર કસરત કરતી સ્ત્રીઓ અથવા વજન ઊંચકવું એ હવે કોઈ અનોખી વાત નથી. પરંતુ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં એક સાડી પહેરેલી મહિલા જીમમાં જોરદાર કસરત કરતી જોવા મળી રહી છે. સાડી પહેરીને કસરત કરતી મહિલાના વિડીયોએ ભારે ચર્ચા નો વિષય બન્યો છે. કેટલાક લોકો ફિટનેસ પ્રત્યે મહિલાઓના ઉત્સાહના વખાણ કરી રહ્યા છે તો કેટલાક લોકો ને આ વિડીયો પસંદ નથી આવી રહ્યો.
આ વાયરલ વિડિયો મહિલાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ ફિટનેસ પ્રેમી મહિલાનું નામ રીના સિંહ છે અને તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાની પ્રોફાઈલમાં પોતાને ફિટનેસ કોચ ગણાવ્યા છે. તે ફિટનેસ સંબંધિત કન્ટેન્ટ પણ સતત પોસ્ટ કરતી રહે છે.
View this post on Instagram
રીના સિંહે આ વિડિયો તેના ઈન્સ્ટા હેન્ડલ reenasinghfitness પર 31મી ડિસેમ્બરે એટલે કે ગયા વર્ષની છેલ્લી સવારે અપલોડ કર્યો હતો. આ વીડિયોમાં રીના સિંહ ફેફસાની કસરત અને પુલ-ડાઉન સહિત વિવિધ પ્રકારની કસરતો કરતી જોવા મળે છે. સ્ક્વોટ્સ કરતી વખતે તે કૂદતી અને મોટું ટાયર ઉપાડતી પણ જોવા મળે છે
Leave a Reply
View Comments