અમદાવાદમાં મેટ્રો ટ્રેનને લીલીઝંડી – મુસાફરી ના ભાવ જાણીને ચોંકી જશો

Surties - Surat News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને ગુજરતને અનેક ભેટ આપી છે. છેલ્લા ઘણા સમયથી અમદાવાદ વાસીઓ જે દિવસની રાહ જોતા હતા તે મેટ્રો ટ્રેનની ભેટ નવરાત્રિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવી. અમદાવાદ માં ટ્રાફિકની સમસ્યામ વધવાને કારણે એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે બહુ વધુ સમય લાગતો હતો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાતા હતા પરંતુ હવે સામાન્ય નાગરિકો અને નોકરીયાત વર્ગ ને તકલીફ નહિ પડે કારણકે વસ્ત્રાલ થી થલતેજ ના આ રૂટ પર આખું અમદાવાદ આવી જશે.

Surties - Surat News

જાણો ટીકીટ ના ભાવ : 

હાલ મળતી માહિતી મુજબ મેટ્રોની ટિકિટ 5થી શરૂ કરીને 25 રૂપિયા સુધીની રહેશે. જેમાં પ્રથમ 2.5 કિમી માટે 5 રૂપિયા, 2.5 કિમીથી 7.5 કિમી સુધી રૂ.10 , 7.5 કિમીથી 12.5 કિમીના રૂ. 15, 12.5 કિમીથી 17.5 કિમીના રૂ. 20, 17.5 કિમીથી 22.5 કિમી માટે 25 રૂપિયા ભાડું ચૂકવવું પડશે.

Surties - Surat News

જાણો મેટ્રો ની ખાસ  વિશેષતાઓ…

  • અમદાવાદમાં દોડનારી મેટ્રો ટ્રેનનો પહેલો ફેઝ 40 કિલોમીટરનો છે
  • પૂર્વ-પશ્ચિમ તેમજ ઉત્તર-દક્ષિણ એમ બે કોરિડોર પર મેટ્રો ટ્રેન દોડશે
  • જે થલતેજથી વસ્ત્રાલ એપરલ પાર્ક સુધીનો છે, જેમાં 17 સ્ટેશન છે
  • જે વાસણા APMCથી લઈને મોટેરા ગામ સુધીનો છે, જેમાં 15 સ્ટેશન આવે છે
  • ફેઝ-1માં 32 સ્ટેશનનો સમાવેશ કરાયો
  • પૂર્વ-પશ્ચિમ કોરિડોર 21.16 કિલોમીટરનો છે
  • 21 કિ.મી. લાંબો કોરિડોર નદીની ઉપર તેમજ શહેરના નીચેથી પણ થાય છે પસાર
  • આ અન્ડરગ્રાઉન્ડ ટનલમાં શાહપુર, ઘી કાંટા, કાલુપુર, કાંકરિયા પૂર્વ એમ કુલ 4 સ્ટેશન આવશે
  • હાલ વાહન લઇને શાહપુરથી કાંકરિયા જવું હોય તો 30 મિનિટ જેટલો સમય લાગે છે
  • શહેરનો ભરચક ટ્રાફિક વિસ્તારની નીચેથી ટ્રેન પસાર થઈ અને કાંકરિયા પૂર્વમાં બહાર નીકળશે
  • શાહપુર દરવાજાથી કાંકરિયા પૂર્વ સુધી અન્ડરગ્રાઉન્ડ 6.5 કિમીનો રૂટ
  • મેટ્રો ટ્રેનમાં માત્ર 7 મિનિટમાં જ કાંકરિયા પહોંચી જવાશે
  • ઉત્તર અને દક્ષિણ કોરિડોર 18.87 કિલોમીટરનો રહેશે

Surties - Surat News

મેટ્રોની શરૂઆત થતાં હવે હજારો લોકોને સુવિધા મળવાના કારણે સમય અને પેટ્રોલ બંનેની બચત થશે અને સાથે સાથે ધૂળ અને પ્રદૂષણથી શાંતિ મળશે.