જાણો આ વર્ષે ગુજરાતમાં ક્યારથી શરુ થશે, ચોમાસું અત્યારે જ તારીખ નોંધી લેજો નકર…

surties

આ કાળઝાળ ગરમીનો હવે અંત આવે તેવું લાગી રહ્યું છે. અત્યારે તો ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમી લોકોને ત્રાહિમામ પોકારાવી રહી છે. વાદળછાયું વાતાવરણ અને બફારો છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના લોકોને ભારે ગરમી આપી રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. જોકે અરબી સમુદ્રથી આવતા ભેજવાળા પવનોએ બફારો વધારી દીધો છે.

આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સામાન્યથી મધ્યમ રહેવાનુ પુરેપુરી સંભાવના છે. હાલ ગુજરાતમાં ચોમાસાને લઈને મોટુ અપડેટ સામે આવ્યુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસા દરમિયાન ગુજરાતમાં વરસાદ સરેરાશ સામાન્યથી મધ્યમ રહેશે. ગુજરાતમાં અને કેરળમાં વરસાદના 15 દિવસ બાદ ચોમાસાની શરૂઆત થશે. એટલે કે ગુજરાતમાં 19 જૂન સુધીમાં ચોમાસાનો પ્રારંભ થવાની શક્યતા છે.

ક્યારે પડશે વરસાદ?
– કેરળમાં વરસાદના 15 દિવસ બાદ ગુજરાત આવશે ચોમાસું
– ગુજરાતના મોટાભાગના જિલ્લામા સામાન્ય રહેશે વરસાદ
– કેટલીક જગ્યાએ સામાન્યથી ઓછો વરસાદ નોંધાઇ શકે
– કેરળમાં મોડું શરૂ થશે ચોમાસું
– દેશમાં સામાન્યથી મધ્યમ રહેશે ચોમાસું
– ગુજરાતમાં પણ સરેરાશ સામાન્યથી મધ્યમ રહેશે ચોમાસું
– સામાન્ય રીતે કેરળ 1 જૂનના આવે છે પહેલો વરસાદ
– આ વર્ષે 4 જૂન સુધી કેરળમાં આવશે વરસાદ

હવામાન વિભાગ ડિરેક્ટર મનોરમા મોહન્તીએ જણાવ્યું કે, મુખ્ય સચિવની કામગીરી સંદર્ભે બેઠક યોજાઈ હતી. આગામી ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે સરકાર તેજ થઈ ગઈ છે. ગ્રામ્યથી જિલ્લા કક્ષા સુધી વરસાદમાં કેવી કામગીરી થશે તેના એક્શન પ્લાનની ચર્ચા કરવામાં આવી હતી.

સુરતના વોટ્સઅપ ગ્રુપ માં જોડાવવા માટે અહી ક્લિક કરો