ગુજરાત વિધાનસભા ચૂંટણીના આજે પરિણામ આજે જાહેર થઇ જશે અને તેવાંજ દક્ષિણ ગુજરાત એ ભાજપ નો ગઢ માનવામાં આવે છે. આ વર્ષ ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાતા ઓને રીઝવવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ તનતોડ મહેનત કરી હતી.
View this post on Instagram
સુરતમાં આપ પાર્ટી એ જંગી બહુમતી થી જીતવાનો દાવો કર્યો હતો પરંતુ અત્યારની પરિસ્થિતિ જોતાં આપને પછાડી ભાજપ સડસડાટ આગળ નીકળી ગયું છે. મજૂરા બેઠક પર શરૂઆતથી જ ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવી આગળ ચાલી રહ્યા છે. હાલ હર્ષ સંઘવી જંગી બહુમતી થી આગળ ચાલી રહ્યા છે. તો કતારગામ બેઠક ભાજપના ઉમેદવાર વિનુ મોરડિયા પણ આગળ ચાલી રહ્યા છે.
View this post on Instagram
જો વાત કરીએ સુરતની કરંજ બેઠકની તો ત્યાં ભાજપના ઉમેદવાર પ્રવીણ ઘોઘારી પણ સારામા સારી લીડ થી આગળ વધી રહ્યા છે. સુરતના કતારગામમાં સતત બીજા રાઉન્ડમાં આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા પાછળ ચાલી રહ્યા છે.
Leave a Reply
View Comments