કોણ બનશે ગુજરાતના મુખ્યમંત્રી ? કોમેન્ટ કરી જણાવો તમારો અભિપ્રાય…

surties

2022 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ભારે બહુમતી મળ્યા બાદ મંત્રી મંડળની પસંદગીમાં ભાજપ પાસે અનેક વિકલ્પો સામે આવ્યા છે. આજ રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતના રાજ્યપાલ ને રાજીનામુ સોંપી દીધું છે અને હવે તે પાર્ટીમાં કેરટેકર ની ભૂમિકા ભજવશે.

surties

હવે ગુજરાતને મંત્રી મંડળમાં કેવું પ્રતિનિધિત્વ મળે તે માટે ચર્ચા એ જોર પકડ્યું છે. ગુજરાતમાં મોદી મેજીક ચાલ્યું છે અને સુરત શહેર જિલ્લાની તમામ 16 બેઠક સાથે ભુપેન્દ્ર પટેલની સરકારમાં સુરત શહેરના પુર્ણેશ મોદી, હર્ષ સંઘવી, વિનોદ મોરડીયા અને મુકેશ પટેલ મંત્રી હતા. શું હવે આ મંત્રીઓ યથાવતવ રહેશે કે નહિ તે પણ એક મોટો પ્રશ્ન ઉભો થયો છે.

નવું પ્રતિનિધિત્વ મળશે કે કેમ તે અંગે કાર્યકર-નેતાઓ સાથે લોકોમાં ભારે ઉત્સુકતા છે. 156 ધારાસભ્ય હોવાથી મંત્રીઓ પસંદ કરવા માટે ભાજપ પાસે વધારે છે તેથી સુરતને પ્રતિનિધત્વ ગત ટર્મ જેવું ન મળે તેવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.

surties

12 ડિસેમ્બરે નવું મંત્રીમંડળ રચવા જય રહ્યું છે તેમાં પુર્ણેશ મોદી, હર્ષ સંઘવી, વિનોદ મોરડીયા અને મુકેશ પટેલ સાથે કનુ દેસાઈને સ્થાન મળે છે કે નહીં તે અંગે અનેક ચર્ચાઓ શરુ થઈ ચુકી છે. હવે આ તમામ ચર્ચાઓ નો અંત ત્યારેજ આવશે જયારે મંત્રી મંડળની જાહેરાત થશે.