રવિવારે સાંજે મોરબીના ઝુલતા બ્રિજ અકસ્માતમાં 134 લોકોના મોત થયા છે. આ અકસ્માત અંગે સોમવારે મોડી સાંજે ગાંધીનગર રાજભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મોરબી અકસ્માતમાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે 2જી નવેમ્બર 2022ના રોજ રાજ્યવ્યાપી શોક મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તમામ સરકારી ઈમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠી પર રાખવામાં આવશે અને આ દિવસે કોઈ સરકારી કાર્ય, આતિથ્ય કે મનોરંજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે નહીં.
2 નવેમ્બરે રાજ્યવ્યાપી શોક
ગાંધીનગરમાં સોમવારે મોડી સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતની ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. આ બેઠક દરમિયાન 2જી નવેમ્બરે સમગ્ર રાજ્યમાં શોક મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 2 નવેમ્બર બુધવારે સમગ્ર રાજ્યમાં શોકનો માહોલ રહેશે અને મોરબીની દુર્ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. આ સંદર્ભમાં સુરત શહેર ટેક્સટાઈલ માર્કેટ પણ મંગળવારે બંધ રાખવાનો નિર્ણય લઈ શકે છે. ફોસ્ટાના ડાયરેક્ટર રંગનાથ શારદાએ જણાવ્યું હતું કે મોરબી અકસ્માતે સમગ્ર રાજ્ય અને દેશને હચમચાવી નાખ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચ સ્તરીય સમિતિમાં રાજ્યવ્યાપી શોક મનાવવાનો નિર્ણય કર્યો છે. આથી સુરતમાં પણ 2 નવેમ્બરને બુધવારે કાપડ બજાર બંધ રાખવા અંગે મંગળવારે તમામ બજારોના આગેવાનો સાથે ચર્ચા કરીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
Leave a Reply
View Comments