Gujarat : કેજરીવાલ આજથી ફરી બે દિવસ ગુજરાતના પ્રવાસે, કચ્છ અને જૂનાગઢમાં સંબોધશે જાહેરસભા

AAP announced the sixth list of candidates, so far 73 names have been announced
AAP announced the sixth list of candidates, so far 73 names have been announced

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ આજથી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવશે. અરવિંદ કેજરીવાલની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ગુજરાતની મુલાકાત લેશે, જ્યાં તેઓ સંયુક્ત રીતે ચાર જાહેર સભાઓને સંબોધશે. જણાવવામાં આવી રહ્યું છે કે ગુજરાતના સહ પ્રભારી અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા પણ કેજરીવાલ સાથે આવી શકે છે. ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ પુરી તાકાત લગાવી દીધી છે.

કહેવામાં આવી રહ્યું છે કે આજે અરવિંદ કેજરીવાલ અને માન કચ્છ જિલ્લાના ગાંધીધામ અને જૂનાગઢ જિલ્લાના જોશીપુરામાં જાહેર સભાને સંબોધશે. AAPના ગુજરાત મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે પ્રવાસના બીજા દિવસે 2 ઓક્ટોબરે બંને નેતાઓ સુરેન્દ્રનગર શહેર અને ખેડબ્રહ્મા શહેરમાં જાહેર સભાઓને સંબોધશે.

કેજરીવાલ પાર્ટીના નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક કરશે

પાર્ટીના એક કાર્યકર્તાએ જણાવ્યું કે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને AAPના રાજ્યસભાના સભ્ય અને પાર્ટીના ગુજરાત મામલાના સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢા પણ આ બે દિવસ દરમિયાન ગુજરાતમાં હશે. સોરઠિયાએ કહ્યું કે, સિસોદિયા અને ચઢ્ઢા કેટલીક મહત્વપૂર્ણ સભાઓ અને રેલીઓ માટે અમદાવાદ આવી રહ્યા છે. કેજરીવાલ તેમની મુલાકાત દરમિયાન પાર્ટીના નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક પણ કરશે.

અગાઉ, સપ્ટેમ્બરના અંતમાં ગુજરાતની મુલાકાતે આવેલા કેજરીવાલે દાવો કર્યો હતો કે ગુજરાતમાં AAPના વધતા પ્રભાવથી ભાજપ ડરી રહી છે, ખાસ કરીને શહેરી વિસ્તારોમાં, તેથી તે લોકોને તેમની વિરુદ્ધ મોકલી રહી છે. હું જાણું છું કે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ મારા અને તમારા વિરોધમાં વધારો થતો જશે. કેજરીવાલે દાવો કર્યો છે કે શહેરી વિસ્તારોમાં AAPના વધતા પ્રભાવથી ભાજપ ડરી ગઈ છે.