Gujarat : કચ્છમાં ટ્ર્ક સાથે એક કાર ધડાકાભેર અથડાઈ, એક જ પરિવારના ચારના મોત

Gujarat: A car collided with a truck in Kutch, four of the same family were killed.
Gujarat: A car collided with a truck in Kutch, four of the same family were killed.

ગુજરાતના કચ્છ જિલ્લામાં મંગળવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા છે, જ્યારે અન્ય બે લોકો ઘાયલ થયા છે. આ માર્ગ અકસ્માતની માહિતી આપતા પોલીસે જણાવ્યું કે કાર ત્યાં ઉભેલા ટ્રક સાથે અથડાઈ હતી. એક અધિકારીએ જણાવ્યું કે આ દુર્ઘટના જિલ્લાના નખ્તરાના નગર પાસે લગભગ 12 વાગે થઈ હતી.

અધિકારીએ જણાવ્યું કે, કારમાં સવાર લોકો નખ્તરાનાથી માંડવી જઈ રહ્યા હતા ત્યારે દાવડા ગામ પાસે તેમનું વાહન અકસ્માતમાં પરિણમ્યું હતું. તેણે જણાવ્યું કે કાર અથડાયા બાદ રોડની બાજુમાં પાર્ક કરેલી ટ્રકની અંદર ઘુસી ગઈ હતી. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

આ અકસ્માતમાં કારમાં સવાર છ લોકોમાંથી ચારના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે બે વર્ષની બાળકી અને પરિવારના અન્ય સભ્યને ઈજા થઈ હતી. અધિકારીના જણાવ્યા અનુસાર, મૃતકોની ઓળખ કસ્તુરબેન ગોસ્વામી (53), સંગીતાબેન ગોસ્વામી (25), પરેશ ગોસ્વામી (50) અને મનભર (3) તરીકે થઈ છે.