Gujarat : અરવલ્લી નજીક થયેલા ગમખ્વાર અકસ્માતમાં 6 મુસાફરોના મોત, મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો શોક

Gujarat: 6 passengers died in an accident near Aravalli, Chief Minister expressed grief
Accident in Arvalli (File Image )

ગુજરાતમાં દરરોજ માર્ગ અકસ્માતની(Accident ) ઘટનાઓ સામે આવી રહી છે. અરવલ્લીમાં(Arvalli ) આજે ફરી એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે અને આ ઘટનામાં 6 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં એક કાર ચાલકે અંબાજી જતા રાહદારીઓને ટક્કર મારી હતી, જેમાં 1 સ્થાનિક વ્યક્તિ સહિત કુલ 6 લોકોના મોત થયા છે. જ્યારે અકસ્માતમાં કુલ 6 મુસાફરોના ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલ તમામ ઘાયલોને માલપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામ પદયાત્રીઓ પંચમહાલના કાલોલના વતની છે. રાજ્ય સરકારે મૃતકોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.

પદયાત્રીઓ પંચમહાલથી પગપાળા અંબાજી જઈ રહ્યા હતા

બનાવની પ્રાપ્ત વિગત મુજબ, પંચમહાલથી અંબાજી પગપાળા જઈ રહેલા પદયાત્રીઓ અરવલ્લીના માલપુરના કૃષ્ણપુર પાસે ભયાનક અકસ્માતનો ભોગ બન્યા હતા. એક ઈનોવા કાર ચાલકે 12 થી વધુ રાહદારીઓને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે 7 લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત અંગેની પ્રાથમિક માહિતી મુજબ, પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક ઈનોવા કારે રોડ પર પસાર થઈ રહેલા લોકોને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનું બોનેટ પણ ફાટી ગયું હતું.

મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો

મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. એક ટ્વીટમાં તેમણે કહ્યું કે અરવલ્લી જિલ્લાના માલપુર નજીક અંબાજી દર્શને જતા રાહદારીઓ સાથે અકસ્માતની ઘટના અત્યંત દુઃખદ છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનારા યાત્રાળુઓના પરિવારો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા આપશે.