આ દિવાળી પર ગોવિંદ કાકા એ પોતાના હજારો કર્મચારીઓને આપી મોટી ભેટ – જુઓ ભેટમાં શું આપ્યું

Surties - Surat News

ગતરોજ એટલેકે 20 ઓક્ટોબર, 2022 ના રોજ ડાયમંડક્રાફ્ટિંગ અને એક્સપોર્ટ્સના ક્ષેત્રે જાણીતી વિશ્વની અગ્રણી કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રા. લિ. (SRK)સુરત દ્વારા ‘Pure Diwali Get Together’ (દિવાળી સ્નેહમિલન) ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે SRK ના1,000કર્મચારીઓને સોલાર રૂફટોપ પેનલ્સ ભેટમાં આપવમાં આવી. SRK Exports કંપની તેના કર્મચારીઓને પરિવારના સભ્યો જ ગણે છે. કાર્યની કદરના ભાગ રૂપે તેમનામાં પર્યાવરણની જાળવણી પ્રત્યે જાગૃતતાકેળવવા અને તે માટે SRK Exports તેના કર્મચારીઓને ઘરે ‘રીન્યુએબલ એનર્જી’નો ઉપયોગ કરવા પ્રોત્સાહન આપ્યું.

Surties - Surat News

આ કાર્યક્રમ માં ચીફ ગેસ્ટ તરીકે મધ્યપ્રદેશના ગવર્નર સાહેબ શ્રી મંગુભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સાથે ગેસ્ટ ઓફ હોનર તરીકે કેન્દ્રીય રેલ અને ટેક્સટાઈલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Surties - Surat News

SRK એક્સપોર્ટ્સના ફાઉન્ડર- ચેરમેન“શ્રી ગોવિંદકાકા”એ જણાવ્યું હતું કે, “SRKકંપની એ હંમેશાં સમાજ અને પર્યાવરણને કંઇક પરત આપવા પ્રયાસ કર્યા છે. કંપનીની વિચારધારાએ SRKને વૈશ્વિક સ્તરે વિશ્વાસપાત્ર અને સન્માનીય લીડર બનવા સક્ષમ બનાવી છે. સ્ટાફ મેમ્બર્સનું ટિમ વર્ક,સાથ- સહકારની ભાવના વગર આ સફળતા શક્ય બનતી નથી.” SRK એક્સપોર્ટ્સનાપાર્ટનર શ્રી જયંતી નારોલાએ જણાવ્યું હતું કે, “SRK હંમેશા તેના પરિવારના સભ્યો સાથે-સાથે પર્યાવરણની સુરક્ષા અને સલામતીને મહત્વઆપે છે. અને એટલે જ દિવાળીની ઉજવણીના પ્રસંગે કર્મચારીઓની કર્તવ્યનિષ્ઠા અને સિદ્ધિઓને બિરદાવવા આ ભેટ આપી રહ્યા છે.”

SRK એક્સપોર્ટ્સની સમાજ કલ્યાણની શાખા SRK નોલેજ ફાઉન્ડેશન (SRKKF) દ્વારા ઓગસ્ટમાં આવી જ રીતે 750 શહીદ સૈનિકો અને બીજા વીરજવાનો (કોરોના વોરિયર્સ) ઘરે સોલર રૂફટોપ આપવાની જાહેરાત કરેલ અને ગોવિંદકાકાના વતન દુધાળા ગામને 100% સોલાર ઉર્જાથીસજ્જ કરી રહ્યા છે.Surties - Surat News

આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આત્મનિર્ભર અને સોલાર ભારતના સપનાને સપોર્ટ કરવાની ભાવના તથા વિશ્વમાં ESG અમલ કરતી કંપનીઓમાં અગ્રણી બનવાઅને આ નેતૃત્વને મજબૂત કરવા માટે ગ્લોબલ નેટવર્ક ફોર ઝીરો સાથેની ભાગીદારી કરીને આ સાહસિક શરૂઆત કરી છે. સાથે સાથે SRKકંપનીએ ભારતના વર્ષ 2030 સુધીમાં આ સિદ્ધિ હાંસલ કરવાના લક્ષ્ય કરતાં છ વર્ષ વહેલા એટલે કે 2024 સુધીમાં તેની બંને ડાયમંડ ક્રાફ્ટિંગ બિલ્ડીંગ માટે ઝીરો એમીશન સુધી પહોંચવાનો સંકલ્પ લીધો છે.