ગોપાલ ઈટાલીયાનો વિડીયો થયો વાયરલ, મંદિરો અને કથાઓ મહિલાઓ માટે શોષણનું ઘર… – વિડીયો જોઈ તમારો અભિપ્રાય કોમેન્ટ કરી જણાવો

Surties - Surat News

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા ના અવાર નવાર વિવાદિત વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહેતા હોઈ છે અને ત્યાર બાદ રાજકારણ માં પણ ભારે ગરમાટો ઉભો થતો હોઈ છે. હાલના સમયમાં ગોપાલ ઈટાલીયા નો એક વિડીયો ખુબજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે મંદિરો અને કથાઓ ને લઇ મહિલાઓ પર ટીપ્પણી કરતા નજરે ચડ્યા છે.

ગોપાલ ઈટાલીય વાયરલ વિડીયો : 

આ વિડીયો હાલ ક્યારનો છે એ હજુ કઈ સ્પષ્ટતા સામે આવી નથી પરંતુ સોશિયલ મીડિયા પર વાયુ વેગે લોકો આ વિડીયો ને ફોર્વડ કરી રહ્યા છે. આ વિડીયો જોઈ ને લોકો પોતાની અવનવી કોમેન્ટ પણ આપી રહ્યા છે. આ વિડીયો જોયા બાદ તમારી શું પ્રતિક્રિયા છે તે ખાસ કોમેન્ટ માં જણાવજો.