AAP નું મોટું એલાન, ગોપાલ ઈટાલીયા અને મનોજ સોરઠીયા આ મહત્વની બેઠક પરથી ચૂંટણી લડશે…

Surties - Surat News

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ની તૈયારીઓ તડામાર ચાલી રહી છે. તમામ રાજનીતિક પાર્ટીઓ પોતાના ઉમેદવાર જાહેર કરી રહી છે તે દરમિયાન આદમી પાર્ટીને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને જણાવ્યું જણાવ્યું કે AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠીયા કઈ બેઠક પર થી ચૂંટણી લડશે.

કેજરીવાલે ટ્વિટ કરીને જણાવ્યું કે, ‘રાજનીતિમાં યુવાઓની ભાગીદારી જરૂરી છે.  AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા સુરતની કતારગામ બેઠક પરથી ચૂંટણી લડશે અને મનોજ સોરઠીયાને કરંજ બેઠક પરથી ચૂંટણી લડશે.