બોયફ્રેન્ડ ઈશાન કિશને મારી બેવડી સદી, જુઓ ગર્લફ્રેન્ડ એ ઉતાવળે શું પોસ્ટ કરી દીધું

surties

બાંગ્લાદેશ સામેની ત્રણ મેચની વનડે સીરીઝની છેલ્લી મેચમાં યુવા ધુરંધર યુવા બેટ્સમેન ઈશાન એ ખૂબજ સારું પ્રદર્શન કર્યું હતુ. તેણે આ મેચમાં તેની ODI કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી, અને સાથે સાથે તેણે તેની બેવડી સદી પણ પૂરી કરી હતી. ઈશાન કિશને મેચમાં 131 બોલમાં 210 રનની ઈનિંગ રમી હતી.

surties
આ સાથે ઈશાન કિશને ODI ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ પણ બનાવ્યો, તેણે માત્ર 126 બોલમાં પોતાની સદી પૂરી કરી.

આ ખુશીના પળ પર તેની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા પણ ઈશાનની આ ખાસ ઈનિંગથી સંપૂર્ણપણે ખુશ થઈ ગઈ હતી અને તેણે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા ઈશાન પર પ્રતિક્રિયા આપી હતી. તેણે પોતાની એક સ્ટોરીમાં પહેલા ઈશાન કિશનનો ફોટો મૂક્યો છે અને પછીની સ્ટોરી પર તેણે ભારતીય ક્રિકેટ ટીમના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી ઈશાન કિશનની ખાસ સ્ટોરી મૂકી છે.

surties

ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા એક મોડલ છે, તે વર્ષ 2017માં મિસ ઈન્ડિયાની ફાઈનલિસ્ટ રહી ચૂકી છે અને 2018માં મિસ સુપરનેશનલ ઈન્ડિયાનો ખિતાબ જીતી ચૂકી છે. તે ઈન્સ્ટાગ્રામ દ્વારા ઈશાન કિશનની ઘણી ખાસ ઈનિંગ્સ પર પ્રતિક્રિયા આપી ચૂકી છે.