સોશિયલ મીડિયા પર પાલતુ પ્રાણી ના વિડીયો અવાર નવાર લોકો અપલોડ કરતા રહેતા હોઈ છે પરંતુ સિંહ ને તો જંગલ નો રાજા કહેવામાં આવે છે. સામાન્ય રીતે આપણે બધાએ જંગલ કે પ્રાણી સંગ્રહાલયમાં જ સિંહો જોયા હોઈ છે. સિંહ માં એટલી તાકાત હોઈ છે કે તે એક જ હુમલાથી માણસને મારી નાખવાની ક્ષમતા ધરાવે છે. હવે એવો એક વિડીયો સામે આવ્યો છે જેમાં સિંહને પણ પાલતુ બનાવવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયા પર એવા અનેક વિડીયો સામે આવ્યા છે જેમાં સિંહો માનવ વચ્ચે શાંતિથી રહેતા જોવા મળ્યા હતા. જેને જોઈને તમામ લોકો ખૂબ જ આશ્ચર્યમાં પડી જતા હોઈ છે. આ વાયરલ વિડીયોમાં દેખાઈ રહેલ વ્યક્તિ પાલતુ પ્રાણીની જેમ સિંહ સાથે મસ્તી કરતો દેખાઈ રહ્યો છે જેને જોઈ યુઝર્સ પોતાની આંખો પર વિશ્વાસ નથી કરી શકતા.
View this post on Instagram
વાયરલ થઈ રહેલો આ વિડીયોમાં વ્યક્તિ સફેદ સિંહ સાથે જોવા મળી રહ્યો છે. જેમાં તે સિંહ ને સિમ્બા કહીને બોલાવી રહ્યો છે. એક સમયે તો સિંહ પણ વ્યક્તિ સાથે સોફા પર બેઠો જોવા મળે છે.
View this post on Instagram
આ વાયરલ વિડિયોમાં સિંહના ગળામાં લોખંડની સાંકળ જોઈને સૌ કોઈ ચોંકી ગયા છે. હાલમાં, આ વિડિઓ સૌ કોઈનું ધ્યાન આકર્ષિત કર્યું છે. આ વિડીયો વાયરલ થયા બાદ લોકો અવનવી પ્રતિક્રિયા આપી રહ્યા છે અને સલાહ પણ આપી રહ્યા છે.
Leave a Reply
View Comments