એક તરફ નવરાત્રીનો ભરપુર ઉત્સાહ અને બીજી તરફ કચ્છી કોયલના તાલે ખેલૈયાઓ પણ એક-એક ક્ષણને માણી રહ્યા છે. આ વર્ષે કચ્છી કોયલ ગીતા રબારી સુરતમાં પહેલી વખત આવ્યા છે અને નવરાત્રિમાં સુરતી લાલાઓને મંત્રમુગ્ધ કરી દીધા છે. સુરતના વીઆઈપી રોડ વિસ્તાર પર આવેલા સીબી પટેલ ગ્રાઉન્ડ પર ગીતા રબારીના ટહુકા પર સૌ કોઈ મન મૂકી ને જુમી રહ્યા છે.
ગતરોજ KDM ઝણકાર નવરાત્રીના ભવ્ય આયોજનમાં સુરત ના પ્રથમ નાગરિક એવા હેમાલીબેન બોઘાવાળા પણ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ માતાજી ની આરતીમાં જોડાયા અને આશીર્વાદ પણ મેળવ્યા હતા. તેઓએ સુરતવાસીઓને નવરાત્રી ની શુભકામના પાઠવી અને સાથે સાથે તમામ લોકો સાથે ગરબા પણ રમ્યા હતા.
કચ્છી કોયલ ગીતાબેન રબારીના તાલે ગરબે રમવા માટે દિવ્યાંગ બાળકો આવ્યા હતા અને તેઓ પણ મન મૂકી ને ગરબે ઘૂમ્યા હતા. હેમાલીબેન બોઘાવાળા પણ મન મૂકી ને દિવ્યાંગ બાળકો સાથે ગરબે રમ્યા હતા.
આ વર્ષે નવરાત્રીની શરૂઆત થી જ સુરતના ખેલૈયાઓમાં ભરપુર ઉત્સાહ દેખાઈ રહ્યો છે. પરંપરાગત ચણિયાચોળી પહેરીને યુવતીઓમાં થનગનાટ દેખાયો તો બીજી તરફ યુવકો પણ ટ્રેડિશનલ ડ્રેસમાં ઉત્સાહભેર ગરબે ઝૂમ્યા હતા. સુરતીલાલાઓએ બે વર્ષની તમામ કસર પૂરી કરવાનું મન બનાવી લીધું હોઈ તેઓ માહોલ સ્પષ્ટ પણે દેખાઈ રહ્યો છે.
Leave a Reply
View Comments