ગીતાબેન રબારી સાથે સુરતના ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા – જાણો કેવી રીતે મળશે ગરબા ના પાસ

Surties - Surat News
Surties

કોરોનાના કારણે બે વર્ષ થી નવરાત્રીનું આયોજન થયું ન હતું તેથી આ વર્ષે સુરતીઓ તે સમય ગાળા ને વસુલ કરવાનો હોય તેવી રીતે નવરાત્રીની ઉજવણી કરતા નજરે ચડ્યા છે. સુરતમાં અનેક જગ્યા પર નવરાત્રીના ભવ્ય આયોજન કરવામાં આવ્યા છે, તેમાં ઝણકાર નવરાત્રીમાં કચ્છી કોયલ ગીતાબેન રબારી સાથે સુરતના ખેલૈયાઓ મન મૂકી ને ઝૂમી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Surat News – Surties (@surties)

આ વર્ષે સરકાર દ્વારા તમામ પ્રતિબંધ હટાવી લેવાયા છે અને આટલું જ નહીં પરંતુ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે રાત્રીના 12 વાગ્યા સુધી નવરાત્રીની ઉજવણી થઈ શકશે અને 11.55 વાગ્યે પણ પોલીસ બંધ કરાવવા આવે તો તેમને ફોન કરી જણાવજો. સુરત વાસીઓ સી.બી. પટેલ હેલ્થ ક્લબ, વીઆઈપી વેસુ રોડ, સુરત ખાતે ગીતા રબારી ના સંગે ગરબા રમી રહ્યા છે.

ગીતાબેન રબારી સંગ ઝણકાર નવરાત્રી ના પાસ મેળવવા ખુબજ આસન છે. આપ ગરબા સ્થળ પર જઈ સહેલાઈ થી પાસ મેળવી શકશો અને બુકમાય શો પરથી પણ ઓનલાઈન પાસ બુકિંગ કરાવી શકો છે.

ગીતાબેન રબારીના સાથે ગરબા રમવા માટે હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી રહી છે અને લોકો હર્ષો ઉલ્લાસ થી માતાજીના ગરબા ગાય છે. સાથે સાથે ખેલૈયાઓના ગ્રુપ અને તેમના અવનવા ગરબા સ્ટેપ પણ જોવા મળશે.