ગેંગસ્ટર મુખ્તાર અન્સારીને 31 વર્ષ જુના કેસમાં આજીવન કેદની સજા

Gangster Mukhtar Ansari sentenced to life in 31-year-old case
Gangster Mukhtar Ansari sentenced to life in 31-year-old case

અવધેશ રાય હત્યા કેસમાં માફિયા મુખ્તાર અંસારીને વારાણસીના એમપી એમએલએ કોર્ટે દોષિત જાહેર કર્યો છે. કોર્ટે મુખ્તાર અંસારીને આજીવન કેદની સજા ફટકારી છે. 3 ઓગસ્ટ 1991ના રોજ કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય અજય રાયના ભાઈ અવધેશ રાયની વારાણસીમાં અજય રાયના ઘરની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મુખ્તાર અન્સારી જ્યારે ગુનો કર્યો ત્યારે ધારાસભ્ય ન હતા.

પ્રખ્યાત અવધેશ રાય મર્ડર કેસ દેશભરમાં ખૂબ ચર્ચામાં રહ્યો હતો. બાહુબલી મુખ્તારી અંસારી આ હત્યા કેસમાં આરોપી છે. અવધેશ રાયની 3 ઓગસ્ટ, 1991ના રોજ વારાણસીના લહુરાબીર વિસ્તારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સશસ્ત્ર હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કરીને અવધેશ રાયની હત્યા કરી હતી. અવધેશ રાયને કબીર ચૌરા હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. મૃતકના ભાઈ અને પૂર્વ ધારાસભ્ય અજય રાયે મુખ્તાર અંસારી, પૂર્વ ધારાસભ્ય અબ્દુલ કલામ, રાકેશ સહિત પાંચ લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. બાદમાં તેની તપાસ CIDને સોંપવામાં આવી હતી.

મુખ્તાર અન્સારી જ્યારે ગુનો કર્યો ત્યારે ધારાસભ્ય ન હતા. આજે જ્યારે આ કેસમાં ચુકાદો આવી રહ્યો છે ત્યારે પણ તેઓ ધારાસભ્ય નથી. કેસની સુનાવણી દરમિયાન જૂન 2022માં જાણવા મળ્યું હતું કે કેસની કેસ ડાયરી ગુમ થઈ ગઈ હતી. વારાણસીથી પ્રયાગરાજ સુધીની અદાલતોમાં ડાયરીની શોધ કરવામાં આવી પરંતુ તે મળી ન હતી. સમગ્ર કેસની સુનાવણી ફોટોસ્ટેટના આધારે કરવામાં આવી છે. આ પહેલો કેસ હશે, જ્યારે ડુપ્લિકેટ પેપરના આધારે ચુકાદો સંભળાવવામાં આવી રહ્યો છે.