તમે આ હોટલમાં નથી જતા ને ? સલાડ માંથી એવું નીકળ્યું કે… જોઈને ઉલ્ટી થઈ જશે…

Surties

હાલના સમયમાં લોકો ખાવાના ખુબજ શોકીન થતા જય રહ્યા છે. દિવસેને દિવસે ભોજન બાબતે લોકો ની રુચિ ખુબજ વધી રહી છે. અનેક વાર લોક પોતાના પરિવાર સાથે બહાર હોટેલ માં જમવા માટે જતા હોઈ છે. પરિવાર પોતે સ્વાદિસ ભોજન નો લાભ લેવા માટે બહાર હોટેલમાં જમવા જતા હોઈ છે ઓપરંતુ તેમની સાથે જ્યારે ખુબજ ખરાબ અનુભવ થતો હોઈ છે. આવીજ એક ઘટના બની ગાંધીનગરની વર્ષો જૂની નોનવેજની આલ્ફા હોટલમાં.

Surties

ગાંધીનગરના સેકટર – 17 આવેલી નોનવેજની આલ્ફા હોટલમાં એક દંપતીને ખુબજ ખરાબ અનુભવ થયો હોવાનું સામે આવ્યું છે. આ દંપતીને ભોજન પીરસવામાં આવેલ તંદુરી ડુંગળીના સલાડમાંથી જીવતી જીવાત નીકળી હતી. આ ઘટનાનો ભોગ બનનાર વ્યક્તિ એ પોતાની આપવીફૂટી જણાવતા કહ્યું કે “જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો, બીજી કોઈ હોટલમાં જમવા જવું હોય તોપણ જઈ શકો છો” આવા શબ્દો મેનેજર દ્વારા કહેવામાં આવ્યા હતા તેવું જણાવ્યું.

Surties

મળતી માહિતી મુજબ આ અંગે ગ્રાહક સુરક્ષાના ઓનલાઇન પોર્ટલમાં ફરિયાદ કરવામાં આવી છે. આ ઘટના સામે આવતા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન પર ચેકીંગ અંગે પણ અનેક સવાલો ઉભા થાય છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતી આ ઘટના પહેલી નથી પરંતુ ભૂતકાળમાં અનેક વાર આવા કિસ્સા ગુજરાતભર માંથી સામે આવ્યા છે.