અંજાર, ગાંધીધામ, રાપર અને ભચાઉ તાલુકાના લોકોને લાયસન્સ તેમજ મોટર વાહન સંબંધિત સેવાઓ માટે આરટીઓ કચેરી ભુજ જવામાંથી મુક્તિ.
કચ્છ જિલ્લામાં મોટરીંગ પબ્લિકને ત્વરીત અને ઝડપથી નજીકના સ્થળેથી સેવાઓ મળી રહે તેવા ઉમદા હેતુથી સરકાર દ્વારા અત્યાધુનિક સહાયક વાહનવ્યવહાર કચેરી, કચ્છ પૂર્વ (અજાર) કચેરીનું નિર્માણ કરવામાં આવેલ છે. જેનું તા.૦૨-૦૬-૨૦૨૨ ના રોજ તત્કાલીન વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે સહાયક વાહન વ્યવહાર કચેરી, કચ્છપૂર્વ (અંજાર)નું લોકાર્પણ કરવામાં આવેલ છે.
હવેથી અંજાર, ગાંધીધામ, રાપર અને ભચાઉ તાલુકાના લોકોના વાહનોને GJ-39 તરીકે નવી ઓળખ મળશે: ગૃહમંત્રી હર્ષ સંઘવી
વાહન વ્યવહાર વિભાગના તા. ૧૪-૧૦-૨૦૧૬ ના જાહેરનામાથી એઆરટીઓ કચેરી કચ્છ પૂર્વ (અંજાર)ને GJ-39 કોડ ફાળવવામાં આવેલ છે. જેમાં કચ્છ જિલ્લાના અંજાર, ગાંધીધામ, રાપર, ભચાઉ તાલુકા વિસ્તારનો સમાવેશ કારવામાં આવેલ છે.
હવેથી અંજાર ગાઘીધામ,રાપર અને ભચાઉ તાલૂકા ના લોકોના
વાહનોને GJ-39 તરીકે નવી ઓળખ મળશે- હર્ષ સંઘવી.— Harsh Sanghavi (@sanghaviharsh) July 1, 2023
બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા તા.૨૮-૦૩-૨૦૨૩ ના ડ્રાફ્ટ નોટિફિકેશન દ્વારા ગુજરાત મોટર વાહન નિયમો, ૧૯૮૯ માં સુધારો કરવામાં આવેલ છે અને સહાયક વાહન વ્યવહાર કચેરી અંજારને લાયસન્સીંગ, કન્ડક્ટરીંગ રજીસ્ટ્રીંગ અને ટેક્ષેસન ઓથોરિટી તરીકે ઉમેરો કરવામાં આવેલ છે જેનુ ફાઇનલ નોટીફેકેશન ટુંક સમયમાં બહાર પડશે.
એઆરટીઓ અંજાર કચેરી GJ-39 કોડથી કાર્યરત થશે. સહાયક વાહન વ્યવહાર કચેરી, કચ્છ પૂર્વ (અજાર) કાર્યરત થવાથી અજાર, ગાંધીધામ, રાપર અને ભચાઉ તાલુકાના લોકોને લાયસન્સ તેમજ મોટર વાહન સંબંધિત સેવાઓ માટે આરટીઓ કચેરી ભુજ જવામાંથી મુક્તિ મળેલ છે જેથી કચ્છ પૂર્વ(અજાર)માં વસવાટ કરતા લોકોને ત્વરિત અને ઝડપી સેવા મળવા પામેલ છે.
Leave a Reply
View Comments