આપણા જીવનમાં મિત્ર નું સ્થાન ખુબજ ખાસ હોઈ છે અને આપણા મિત્રો નો અતૂટ બંધન જળવાઈ રહે તે માટે આપડે હંમેશા સજાગ રહેતા હોઈએ છીએ. આજે અમે તમને કેટલીક એવી બાબતો જણાવીશું કે જેનાથી તમારી દોસ્તી વર્ષો સુધી અકબંધ રહેશે.
આપણે મિત્ર થી ક્યારેય ખોટુ ના બોલવું :-જો તમે તમારી મિત્રતાને વર્ષો સુધી અકબંધ રાખવા માંગતા હોય તો યાદ રાખો આ સંબંધની વચ્ચે ક્યારેય જુઠાણું ન આવે. એવું કહેવાય છે કે દોસ્તીમાં કશુ પણ સિક્રેટ ન રાખવું જોઈએ. જો તમે એક વાર જુઠ્ઠું બોલશો તો તમારી સારી મિત્રતા વચ્ચેના સંબંધને ખત્મ થઈ શકે છે.
મિત્રતામાં પૈસાને વધુ પડતું મહત્વ ન આપશો :- ક્યારેય પણ પોતાની ભાઈબંધી વચ્ચે પૈસા ના લાવશો. અવાર-નવાર આપણે જોતા હોઈએ છીએ કે પૈસાના કારણે દોસ્તીમાં તિરાડો પડતી હોઈ છે અને કેટલાક લોકો એક સારો મિત્ર ગુમાવી દેતા હોઈ છે. ક્યારેક-ક્યારેક પૈસાને લઇને તમારું વર્તન ખરાબ ફીલ કરાવી શકે છે.
Leave a Reply
View Comments