સુરત શહેર – જિલ્લામાં વધુ એક વખત કોરોના મહામારીનું સંક્રમણ તીવ્ર ગતિએ વધી રહ્યું છે. ગુરુવારે સુરત શહેરમાં 10 જ્યારે જિલ્લામાં 3 દર્દીઓનો કોવિડ-19નો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. સુરત શહેરમાં કોરોનાના વધી રહેલા કેસોને પગલે એક તરફ આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે આજે ચાર મહિના બાદ સુરત શહેરમાં જ કોરોના સંક્રમણની સંખ્યા બે આંકડામાં પહોંચી ચુકી છે.
ગુરુવારે નોંધાયેલ કેસોમાં સૌથી વધુ લિંબાયત ઝોનમાં ત્રણ જ્યારે અઠવા અને રાંદેર ઝોનમાં બબ્બે દર્દીઓ કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. આ સિવાય જિલ્લામાં પણ આજે ઓલપાડમાં બે અને બારડોલીમાં એક મળી કુલ ત્રણ કેસો નોંધાયા છે. આમ, આજે શહેર – જિલ્લામાં નોંધાયેલા કુલ 13 દર્દીઓની સાથે કુલ કોરોનાના એક્ટીવ કેસોની સંખ્યા વધીને 41 પર પહોંચી છે.
Leave a Reply
View Comments