બિહારના કઠિયાર જિલ્લામાં ડિસેમ્બર મહિનામાં મોહના ઠાકુર અને પીંકુ યાદવ ગેંગ વચ્ચે વર્ચવસ્વની લડાઈમાં ગેંગવોર ખેલાયો હતો. જેમાં મોહન ઠાકુર ગેંગના સાગરીતોએ પિંકુ યાદવ ગેંગના લીડર સહીત પાંચ લોકોની હત્યા કરી નાખી તેઓની લાશ પણ ગંગા નદીમાં ફેંકી દીધી હતી. જોકે બાદમાં આ તમામ હત્યારાઓ ફરાર થઇ ગયા હતા. આ કુખ્યાત આરોપીઓ સુરતમાં આવતા હોવાની બાતમી બિહાર એસટીએફને મળતા તેઓએ સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસની મદદ લીધી હતી. એસટીએફની ટિમ સુરત આવી ક્રાઇમ બ્રાન્ચ પોલીસને સાથે રાખી ગોડાદરામાં દેવધ ચોકી પાસે વોચ ગોઠવી પોલીસે ચાર કુખ્યાત આરોપીઓને ઝડપી લીધા હતા.
બિહારના કઠીયાર જીલ્લામાં મોહના ઠાકુર અને પીંકુ યાદવ ગેંગ વચ્ચે લાંબા સમયથી ગેંગવોર ચાલે છે. જમીન, પાણી અને મિલ્કત ઉપર કબજા તેમજ હત્યા, લૂંટ, ધાડ તેમજ વિસ્તારમાં વર્ચવસ્વને લઈને ચાલતા ગેંગવોરમાં બંને ગેંગ દ્વારા એકબીજા ઉપર અનેક વાર ઘાતક હથિયારો સાથે સામસામે હુમલો કરવામાં આવ્યા છે. દરમિયાન છેલ્લા કેટલાક દિવસોથી બંને ગેંગ વચ્ચે ગંગા નદીના કાંઠે કાપની જમીનો ઉપર કબજા કરવાને ગેગંવોર લોહીયાળ બન્યો હતો. અને ગત તા ૮ ડિસેમ્બરના રોજ બંને ગેગના માણસો પિસ્તોલ, તમંચા તેમજ દારૂગોળા સાથે ભવાનીપુર ગામ ખાતે સામસામે આવી એકબીજા ઉપર હુમલો કર્યો હતો.
જેમાં મોહના ઠાકુર ગેંગના ૨૩ સાગરીતો દ્વારા હરીફ ગેંગના લી઼ડર પીંકુ યાદવ સહિત પાંચ જણાના હત્યા કરી હતી. અને પાંચેય જણાની લાશને ગંગા નહીમાં ફેકી દીધી હતી. બિહારના કઠીયાર જીલ્લામાં હાઈ પ્રોફાઈલ બનેલા આ હત્યાકાંડને લઈને સ્થાનિક પોલીસે ગુનો દાખલ કરી તપાસ એસ.ટી.એફ દ્વારા શરુ કરવામાં આવી હતી. એસ.ટી.એફને એવી બાતમી મળી હતી કે હત્યાકાંડમાં સંડોવાયેલા મોહના ઠાકુર ગેંગના કેટલાક સાગરીતો સુરત ભાગીને આવ્યા છે અને કડોદરા વિસ્તારમાં સંતાયા છે. જે બાતમીના આધારે એસ.ટી.એફની ટીમ તપાસ માટે સુરતમાં આવી હતી અને સ્થાનિક સુરત ક્રાઈમ બ્રાન્ચની મદદ લીધી હતી.
આ દરમ્યાન ક્રાઈમ બ્રાન્ચની ટીમને એવી બાતમી મળી હતી કે ટોળકી ગોડાદરા દેવધ ચેક પોસ્ટ બાજુમાંથી પસાર થવાના છે જે બાતમીને ઉચ્ચ અધિકારીઅોએ વર્કઆઉટ કરી તેમની સુચના અને માર્ગદર્શન હેઠળ વોચ ગોઠવી હત્યાકાંડમાં સંડોવાયેલા બિહારના ભાગલપુરના પીપરેલીના બાખરપુર ગામે રહેતા ધીરજસીંગ ઉર્ફે મુકેશસીંગ શ્રીરામ રાય (ઉ.વ.૨૧), સુમરકુવર ફાગુકુવર ભુમિહાર (ઉ.વ.૨૬), અભિષેક ઉર્ફે ટાઈગર શ્રીરામ રાય (ઉ.વ.૨૧) અને અમન સત્યેન્દ્ર તિવારી (ઉ.વ.૧૯)ને ઝડપી પાડ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે આરોપીઅોનો કબ્જો એસટીએફની ટીમને સોપતા તેઅોએ નામદાર કોર્ટમાં રજુ કરી ૯ જાન્યુઆરી સુધીના ટ્રાન્જીસ્ટ રીમાન્ડ મેળવ્યા હતા.
Leave a Reply
View Comments