ચૂંટણીના ધમધોકાર વચ્ચે આવ્યા દુઃખદ સમાચાર, સ્વતંત્ર ભારતના પ્રથમ મતદાર નું નિધન – ઉંમર સાંભળીને વિશ્વાસ નહિ થાય

Surties - Surat News

હાલ ગુજરાત રાજ્ય માં ચૂંટણીનો માહોલ ધમધોકાર ચાલી રહ્યો છે અને આ સમય દરમિયાન એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. હિમાચલ પ્રદેશના કિન્નૌરના રહેવાસી અને સ્વતંત્ર ભારતના પ્રથમ મતદાર શ્યામ સરન નેગીનું આજે સવારે નિધન થયું. તેઓની ઉમર 106 વર્ષની હતી. DC કિન્નર આબિદ હુસૈનનું કહેવું છે કે અહીંયા જિલ્લા વહીવટીતંત્ર સૌથી વૃદ્ધ મતદાતાના અંતિમ સંસ્કાર માટે વ્યવસ્થા કરી રહ્યું છે.

શ્યામ સરન નેગી એ 1951માં પ્રથમ મતદાન કર્યું હતું અને તેઓ એ અત્યાર સુધીમાં 33 વખત મતદાન કર્યું છે.

Surties - Surat News

સ્વતંત્ર ભારતના પ્રથમ મતદાર તરીકે જાણીતા શ્યામ સરન નેગીને ભારતીય લોકશાહીના જીવંત દંતકથા તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેમણે 33 વખત મતદાન કર્યું છે. આ વિધાનસભા માટે પણ તેઓ મતદાનના દિવસની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા.

Surties - Surat News