હાલના સમયમાં ક્રિકેટ ના માધ્યમ થી અનેક લોકો વાયરલ થઈ રહ્યા છે. તેવીજ રીતે હાલ એક મિસ્ટ્રી ગર્લ ક્રિકેટર કોહલી સાથે ફોટો પડાવી વાયરલ થઈ ચુકી છે. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા અત્યારે T20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયા ગઈ છે અને 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમશે.
View this post on Instagram
આ વર્ષે ખેલાડીઓ મન મૂકી ને બહાર ફરી રહ્યા છે. આ વચ્ચે ક્રિકેટના કિંગ વિરાટ કોહલીના પણ ઘણા ફોટોઝ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે, જેમાં હાલ એક મિસ્ટ્રી ગર્લનો કોહલી સાથેનો એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. આ ફોટો રાતોરાત વાયરલ થતા આ મિસ્ટ્રી ગર્લ રાતોરાત સ્ટાર બની ગઈ છે અને તેના ફોલોઅર્સ પણ સતત વધી રહ્યા છે.
View this post on Instagram
આ મિસ્ટ્રી ગર્લનું નામ અમિષા બસેરા છે. તેણે જ કિંગ કોહલી સાથે પોતાનો ફોટો પડાવી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો અને તે રાતોરાત વાઇરલ થઈ ગઈ. આ યુવતી ભારતીય મૂળની અમિષા યુનિવર્સિટી ઑફ ક્વિન્સલેન્ડમાં ભણી છે. તેણે કોહલી સાથે ફોટોના કેપ્શનમાં લખ્યું હતું કે ‘જસ્ટ બિયોન્ડ વર્ડ્સ’. આ ફોટો અપલોડ કર્યા બાદ તે ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ ગઈ અને તમામ લોકો આ ગર્લ ના ફોટા ને શેર પણ કરી રહ્યા છે.
View this post on Instagram
Leave a Reply
View Comments