શહેરના ડિંડોલી વિસ્તારમાં રહેતી કિશોરી ટ્યુશને જતી હતી ત્યારે ડિંડોલીમાં જ રહેતો એક ઈસમ અવારનવાર તેનો પિચઃઝો કરી હેરાન પરેશાન કરતો હતો. ગતરોજ બપોરના સમયે પણ કિશોરી અને તેની બહેનપણી બાઈક પર સ્કૂલેથી ઘરે પાર્ટ આવતી હતી. ત્યારે હવસખોર ઈસમે તેણીનો પીછો કરી તેની છેડતી કરી હતી. જોકે વિદ્યાર્થિનીએ બાઈક ભગાવતાં તેની પાછળ પણ રોડરોમીયોએ બાઈક પુરપાટ ઝડપે ભગાવી જોર જોરથી રસ્તા પર બૂમો પાડી હતી. જેથી આખરે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતીનો ગુનો દાખલ કર્યો હતો.
બનાવની વિગત એવી છે કે ડિંડોલી વિસ્તારમાં રહેતી કિશોરી ટ્યુશને જતી હોય ત્યારે અને સ્કુલથી આવતી હોય ત્યારે સૌરભ દેવમણી તિવારી (રહે- ઉમિયાધામ સોસાયટી,ખોડીયાર રેસીડેન્સીની બાજુમા,દેલાડવાગામ, ડીંડોલી) તેણીનો પીછો કરતો હતો. ગતરોજ પણ વિદ્યાર્થીની સ્કુલેથી બપોરના સાડા બારેક વાગ્યાના સુમારે એક્ટીવા ઉપર તેની બહેનપણી ની સાથે પરત ઘરે આવતી હતી તે વખતે માં આનંદી સોસાયટીના ગેટ નજીક પહોંચતા આ સૌરભ તીવારી તેના મોઢા ઉપર માસ્ક તથા ટોપી પહેરી રીક્ષામાથી ઉતરીને કિશોરીની એક્ટીવા પાસે આવી તેને માસ્ક કાઢી કિશોરીને “મને તારી હેલ્પની જરૂર છે” તેમ કહ્યું હતું.
જેથી તેની બહેનપણીએ તેને “તુ કંઇ બોલીશ નહી તુ ગાડી જવા દે તેમ કહેતા વિદ્યાર્થીનીએ એક્ટીવાની સ્પીડ વધારી ઘર તરફ આવવા લાગી હતી. આ સમયે સૌરભ તીવારીએ “ઓય…ઓય” ની બૂમો પાડી પીછો કરી જાહેરમાં તેની છેડતી કરી હતી. જેથી પોલીસે તેની સામે છેડતીનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Leave a Reply
View Comments