કોંગ્રેસની યાત્રા કર્ણાટક પહોંચી હૈ છે. કર્ણાટકમાં ભારત જોડો યાત્રાને આજે ત્રણ દિવસ થઈ ગયા છે. રવિવારે રાહુલ ગાંધીએ નંજનગુડમાં પ્રખ્યાત પ્રાચીન શ્રીકાંતેશ્વર સ્વામી મંદિરની મુલાકાત લીધી હતી. આ પછી તેમણે સાંજે મૈસૂરમાં એક રેલીને પણ સંબોધિત કરી. આ રેલી એપીએમસી ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી. રાહુલ ગાંધી જ્યારે રેલીને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે અચાનક જ જોરદાર વરસાદ શરૂ થઈ ગયો હતો. આમ છતાં રાહુલે પોતાનું ભાષણ ચાલુ રાખ્યું હતું. અહીં તેમણે ભાજપ અને આરએસએસ પર જોરદાર નિશાન સાધ્યું અને કેન્દ્ર સરકારના કામકાજને લઈને સરકારને ઘેરી. આ પછી, તેઓ વરસાદની વચ્ચે કાર્યકરોને પણ મળ્યા. વરસાદ વચ્ચે રાહુલ ગાંધીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
રાહુલ ગાંધીએ આ વીડિયો પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. આ સાથે તેણે લખ્યું, “ભારતને એક થવાથી, અમને કોઈ રોકી શકશે નહીં. ભારતનો અવાજ ઉઠાવતા, અમને કોઈ રોકી શકશે નહીં. કન્યાકુમારીથી કાશ્મીર સુધી, ભારત જોડો યાત્રાને કોઈ રોકી શકશે નહીં.”
ભારત જોડો યાત્રા એ પ્રેમ અને ભાઈચારાની યાત્રા છે – રાહુલ ગાંધી
વીડિયોમાં રાહુલ ગાંધી વરસાદ વચ્ચે રેલીને સંબોધતા જોઈ શકાય છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે ભારત જોડી યાત્રા કર્ણાટક પહોંચી છે. નદી જેવી યાત્રા કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચાલશે. આ નદીમાં તમને હિંસા, નફરત દેખાશે નહીં. માત્ર પ્રેમ અને ભાઈચારો જોવા મળશે. આ યાત્રા અટકશે નહીં. જેમ હવે જુઓ, વરસાદ આવી રહ્યો છે, વરસાદે હજુ યાત્રા રોકી નથી. તાપ-તોફાન ન અટકતી આ યાત્રાનો હેતુ દેશમાં નફરત ફેલાવી રહેલા ભાજપ અને આરએસએસ સામે ઊભા રહેવાનો છે.
ભારત જોડો યાત્રા 30 સપ્ટેમ્બરે કર્ણાટક પહોંચી હતી
ભારત જોડો યાત્રા 30 સપ્ટેમ્બરે કર્ણાટકના ગુંડલુપેટ પહોંચી હતી. રાહુલ ગાંધી આ યાત્રાનું સતત નેતૃત્વ કરી રહ્યા છે. કોંગ્રેસની યાત્રા કર્ણાટક સાથે નિર્ણાયક તબક્કામાં પ્રવેશી છે કારણ કે રાજ્યમાં આવતા વર્ષે ચૂંટણી છે અને આ પહેલીવાર છે જ્યારે યાત્રા ભાજપ શાસિત રાજ્યમાંથી પસાર થઈ રહી છે.
જુઓ વિડીયો :
भारत को एकजुट करने से,
हमें कोई नहीं रोक सकता।भारत की आवाज़ उठाने से,
हमें कोई नहीं रोक सकता।कन्याकुमारी से कश्मीर तक जाएगी, भारत जोड़ो यात्रा को कोई नहीं रोक सकता। pic.twitter.com/sj80bLsHbF
— Rahul Gandhi (@RahulGandhi) October 2, 2022
Leave a Reply
View Comments