TMKOC : તારક મહેતા ના કલાકારોનો 14 વર્ષ જુનો ફોટો વાયરલ, શું તમે જેઠાલાલ અને બાપુજીને ઓળખી શકો છો?

Surties

કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ઘણા વર્ષોથી લોકોનું ભરપૂર મનોરંજન કરી રહ્યો છે. આ શોની ફેન ફોલોઈંગ પણ ખૂબ જ મજબૂત છે. હાલ સોશિયલ મીડિયા પર તારક મહેતા સિરિયલ ની એક ખુબજ જૂની તસ્વીર ખુબજ વાયરલ થઇ રહી છે જેમાં કલાકારો ને ઓળખવા ખુબજ મુશ્કિલ બની રહ્યા છે.

આ ફોટા માં જેઠાલાલાના બાપુજી એટલે કે ચંપક ચાચા કોણ છે તે ઓળખવું ખૂબજ મુશ્કેલ બની રહ્યું છે. આ શોએ લોકો પર એવી છાપ છોડી છે કે તેઓ આ કલાકારોના અસલી નામ ભૂલી ગયા છે અને તેમને માત્ર પાત્રોના નામથી જ ઓળખે છે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના કલાકારોની વર્ષો જૂની આ તસવીર પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં ‘જેઠાલાલ’ એટલે કે દિલીપ જોશીથી લઈને ‘કોમલ ભાભી’ એટલે કે અંબિકા રંજનકર જોવા મળ્યા હતા. તેમનો આ જૂનો ફોટો ઓસ્ટ્રેલિયા પ્રવાસનો છે, જ્યાં તેઓ તેમના સાથીદારો સાથે ગુજરાતી નાટક ‘દયા ભાઈ દોઢ દયા’ માટે ગયા હતા.

આ જૂનો ફોટો શેર કરતા ‘બાઘા’ એટલે કે તન્મયએ લખ્યું, ‘કેટલીક યાદો હંમેશા આપણા દિલમાં રહે છે. વર્ષ 2007માં ગુજરાતી નાટક ‘દયા ભાઈ દોઢ દયા’નો ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડનો ખાસ પ્રવાસ, અને સાથે અનેક વાતો લખી છે.