વધુ એક ધુરંધર ભારતીય ખેલાડીના પ્રેમ પ્રકરણની વાતો સામે આવી – રૂપસુંદરી એ જાતે વાતનો ખુલાસો કર્યો…

surties

છેલ્લા ઘણા દિવસોથી રુતુરાજ ગાયકવાડ અને મરાઠી અભિનેત્રી સયાલી સંજીવ વિશે વિવિધ પ્રકારના સમાચાર આવી રહ્યા છે. કેટલીક જગ્યા પર એવી વાતો થઇ રહી છે કે બંને રિલેશનમાં છે. આવી ફરતી તમામ વાતો ની વચ્ચે સયાલી સંજીવે પોતાનું મૌન તોડ્યું અને કહ્યું કે આ અફવાઓને કારણે અમારી મિત્રતા પણ બગડી ગઈ.

surties

ઋતુરાજ ગાયકવાડે વિજય હજારે ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું પરંતુ તેની ટીમ ટાઈટલ જીતી શકી નહોતી. સયાલી સંજીવે કહ્યું, અમારા બંને વચ્ચે કંઈ નથી. આ અફવાઓને કારણે અમારી મિત્રતા બગડી ગઈ છે.

surties

મને ખબર નથી કે શા માટે અલગ અલગ વાતો ઉમેરવામાં આવી રહ્યા છે. શું અમે એકબીજા સાથે મિત્રો તરીકે વાત ન કરી શકીએ? અફવા ફેલાવનારાઓને આ વાત સમજાતી નથી.

surties

આ બાબતો જીવન પર અસર કરે છે. વધુમાં કહ્યું કે ઋતુરાજ એક સારો ખેલાડી છે. શરૂઆતમાં અમે આ વિશે પણ વાત કરી હતી અને તે સમયે અમે આ અફવાઓ પર ધ્યાન આપ્યું ન હતું. અમે હંમેશા વિચારતા હતા કે સત્ય બહાર આવશે તો બધાને ખબર પડશે.