2003માં આવેલી ફિલ્મ ‘મુન્નાભાઈ MBBS’ની ‘મુન્ના એન્ડ સર્કિટ’ની જોડી કોણ ભૂલી શકે. આ જોડી એ કમલ કરી હતી 2006 માં કે જયારે ‘લગે રહો મુન્ના ભાઈ’ આવ્યું. સંજય દત્ત અને અરશદ વારસીની જોડી ને ચાહકોએ ખુબજ પ્રેમ આપ્યો અને તેઓએ લોકોને સિનેમાઘરોમાં ખૂબ હસાવ્યા હતા. આ બંનેની જોડી નો ક્રેઝ એટલો બધો હતો કે આજે પણ લોકો તેમને યાદ કરે છે. ઘણા લાંબા સમયથી ‘મુન્નાભાઈ 3’ ની રાહ જોવાઈ રહી હતી, પરંતુ હવે લાગે છે કે ચાહકોનો આ ઇન્તઝાર હવે ટૂંક સમયમાં પૂર્ણ થવાનો છે.
થોડા દિવસ પહેલાજ સંજય દત્તે એક પોસ્ટ કરી ને કન્ફોર્મ કરી દીધું છે કે આ જોડી હવે ફરી એક વાર મોટા પડદા પર પાછી ફરી રહી છે. આ પોસ્ટમાં, આગામી ફિલ્મનું પોસ્ટર બતાવવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, પોસ્ટર પર સ્પષ્ટ લખેલું છે કે ફિલ્મ 2023માં સિનેમાઘરોમાં રિલીઝ થશે. જોકે, ફિલ્મના નામ પર હજુ સુધી સસ્પેન્સ યથાવત છે અને કોઈએ તેનું નામ જાહેર કર્યું નથી.
View this post on Instagram
આ ફિલ્મના શાનદાર પોસ્ટરમાં બંને કલાકારો જેલમાં કેદ જોવા મળે છે. આ પોસ્ટને શેર કરતા સંજયે લખ્યું કે, ‘Our wait has been longer than yours but the wait is finally over, coming together with my brother @arshad_warsi for yet another exciting movie… Can’t wait to show you, stay tuned!
અરશદ વારસીએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફિલ્મનું આ પોસ્ટર શેર કર્યું છે. સંજય અને અરશદને ફરી એકવાર સાથે આવતા જોઈને ચાહકોની ખુશીનો પાર નથી. ચાહકો પોતાના પસંદીદા કિરદારને ફરી એક વાર જોવા ઉત્સાહિત છે.
Leave a Reply
View Comments