કપિલ શર્માનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબજ વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં કપિલ શર્મા એરપોર્ટ પરથી આવતો જોવા મળી રહ્યો છે. આ સમયે એક ફેન તેની સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરે છે ત્યારે કપિલ અટકી જાય છે. પરંતુ ત્યારબાદ કેમેરા ખુલતા સમય લાગે છે. જે બાદ કપિલ ફેન્સનો મજાક ઉડાવી આગળ વધે છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકોને કપિલની આ હરકતો બિલકુલ પસંદ નથી આવી રહી.
આ દરમિયાન ઘણા લોકો એવું કહેતા જોવા મળ્યા હતા કે કપિલ ઘણો મોટો થઈ ગયો છે, તે ભૂલી ગયો છે કે તે ફેન્સ સાથે વાત કરી રહ્યો છે. કપિલે કેમેરો ખોલતી વખતે કપિલ 5 સેકન્ડ પણ રાહ ન જોઈ અને બોલ્યો – ‘કેમેરો કામ નથી કરી રહ્યો, હેહેહેહે’.
View this post on Instagram
સોશિયલ મીડિયા પર આ વિડીયો ખુબજ વાયરલ થયો છે અને લોકો એ કપિલ શર્માને આડેહાથ લીધો છે. લોકો કહી રહ્યા છે કે આવી રીતે કોઈની મજાક ઉડાવવી એ સારી વાત નથી. એક યુઝરે લખ્યું- તો પછી તેનો કેમેરા કામ કરવાનું શરૂ ન કરે ત્યાં સુધી તે એક મિનિટ માટે રોકાઈ ગયો હોત! આજે તમે જે પણ છો તે તમારા પ્રશંસકોના કારણે જ છો.
Leave a Reply
View Comments