“મને કૂતરાની જેમ….” સલમાન ખાન પર લગાવ્યા ગંભીર આરોપ, જાણો કોણ છે આ અભિનેત્રી….

surties

દબંગ ખાન એટલે કે સલમાન ખાન પર ફરી એક વાર ગંભીર આરોપ લાગ્યો. હવે તો લાગી રહ્યું છે કે સલમાન ખાનનો વિવાદોથી પીછો નથી છુટતો. હાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો ખુબજ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો છે સલમાનની જ ફિલ્મ ‘દબંગ 3’માં કામ કરી ચુકેલી અભિનેત્રી હેમા શર્મા નો, તે સલમાન ખાન પર ખુબજ ગંભીર આરોપ લગાવતી જોવા મળે છે.

આ વિડીયોમાં તે રસ્તા રડતા પોતાની આપવીતી કહી રહી છે. આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ‘સલમાન ખાન તમે સુપરસ્ટાર છો માટે તમને લોકો મળવા માંગે છે અને બધા તમારી સાથે ફિલ્મ કરવા માંગે છે પરંતુ તમે એવું અપમાન કર્યું જેને હું ક્યારેય ભુલી નહીં શકૂં.’

 

View this post on Instagram

 

A post shared by Movie Talkies (@movietalkies)

આ વિડીયો માં તે કહી રહી છે કે ‘એક તરફ તમે કહો છો કો યુવતીઓની રિસ્પેક્ટ કરો, તમે જે વહેવાર કરો છો તેનાથી જ દેખાઈ આવે છે કે તમે મહિલાઓની કેટલી રિસ્પેક્ટ કરો છો. મેં કસમ ખાઈ લીધી છે કે હું ક્યારેય એ મનમાં નહીં લાઉ કે મને સલમાન ખાનને મળવું છે. વર્ષ 2019 બાદ મેં ક્યારેય તમને મળવાનું નથી વિચાર્યું.’

પોતાની આપવીતી જણાવતા ઘટસ્ફોટ કર્યો કે જયારે તે સલમાન ખાન ને મળવા માટે પહોંચી ત્યારે તેના બોડીગાર્ડ એ મને મળવા ન દીધી અને તેના બાદ તેમણે મને ત્યાંથી કૂતરાની જેમ બહાર કાઢી હતી. હેમાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ભયંકર વાયરલ થઈ રહ્યો છે.