આ બોલ્ડ અભિનેત્રીએ તારક મહેતાના બાધા ની સ્ટાઇલ કોપી કરી? નામ જાણીને તમને વિશ્વાસ નહિ થાય…

surties

બોલીવુડ ઇન્ડસ્ટ્રી શાનદાર અને ગ્લેમરસ છે. બોલીવુડ સ્ટાર પોતાના ચાહકો માટે સોશિયલ મીડિયા પર અવાર નવાર કંઈક ને કંઈક ફોટો કે વિડીયો શેર કરતા રહેતા હોઈ છે અને ક્યારેક અતરંગી ફોટો અને વિડીયો વાયરલ પણ થઇ જતા હોઈ છે.

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માની પોસ્ટની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહેતા હોઈ છે. અભિનેત્રી હંમેશા ફ્રેશ લુક સાથે બહાર આવે છે અને ચાહકોને પ્રભાવિત કરે છે. અનુષ્કાએ વીકેન્ડ પહેલા ઈન્સ્ટાગ્રામ પર એક નવી પોસ્ટ શેર કરી છે. ફોટામાં, તે ચેક પેટર્નના કો-ઓર્ડ સેટમાં જોવા મળે છે, જેની સાથે તેણે જેકેટ પણ પહેર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

એક્ટ્રેસની સ્ટાઈલ જોઈને ઘણા લોકો તેના લુકથી ખુશ થઈ ગયા. તે જ સમયે, કેટલાક યુઝર્સ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના બાધાને યાદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

એક યુઝરે કહ્યું, અનુષ્કાનો લુક હંમેશા મૂડને ફ્રેશ કરતો હતો, પરંતુ આ વખતે તેણે નિરાશ કર્યો છે. બીજાએ લખ્યું, કૃપા કરીને અનુષ્કા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માકે બાઘાની નકલ ન કરો. આવી અવનવી કોમેંટ આવી રહી છે. તારક મહેતામાં, બાઘા હંમેશા થોડો પાછળ ઝૂકીને ઊભો રહે છે. તેનું પેટ બહાર દેખાય છે. તસવીરમાં અનુષ્કા પણ આ જ પોઝમાં જોવા મળી રહી છે. અનુષ્કાનો આવો પોઝ જોઈને યુઝર્સ ને બાઘા ની યાદ આવી છે.