બોલિવૂડની ‘ધાકડ’ અભિનેત્રી કંગના (Kangana )રનૌતે ફરી એકવાર પોતાના નિવેદનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકારો પર પ્રહાર કર્યા છે. ફિલ્મો કરતાં વધુ ચર્ચામાં રહેનારી અભિનેત્રી કંગના રનૌતે મોટો ખુલાસો કરતા કહ્યું છે કે ફિલ્મ નિર્માતા-નિર્દેશક મહેશ ભટ્ટનું સાચું નામ ‘અસલમ’ હતું. કંગનાના આ ખુલાસાએ બધાને ચોંકાવી દીધા, કારણ કે અત્યાર સુધી કોઈ જાણતું ન હતું કે મહેશનું નામ પણ અસલમ છે. કંગના રનૌતે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર મહેશ ભટ્ટનો એક વીડિયો શેર કરતા આ દાવો કર્યો છે. હાલ તે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.
કંગના રનૌતે ફિલ્મ નિર્માતાનો એક જૂનો વીડિયો શેર કર્યો છે અને તેણે આરોપ લગાવ્યો છે કે તેનું અસલી નામ મહેશ નહીં પરંતુ અસલમ છે. કંગનાએ એમ પણ પૂછ્યું કે ફિલ્મ નિર્માતાઓ તેમનું ‘સુંદર નામ’ કેમ છુપાવી રહ્યા છે? તેણે વધુમાં કહ્યું કે મહેશે તેના વાસ્તવિક નામનો ઉપયોગ કરવો જોઈએ અને જ્યારે તેણે ધર્મ પરિવર્તન કર્યું હોય ત્યારે ‘કોઈ ધર્મ’નું પ્રતિનિધિત્વ ન કરવું જોઈએ. કંગનાએ મહેશ ભટ્ટનો કથિત વીડિયો તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર શેર કર્યો છે. આ સાથે કંગના રનૌતે લખ્યું, ‘મહેશ જી આકસ્મિક રીતે અને કવિતા દ્વારા લોકોને હિંસા માટે ઉશ્કેરી રહ્યા છે.’
મહેશ ભટ્ટના વીડિયોનો આગળનો ભાગ શેર કરતાં કંગનાએ લખ્યું, ‘તેનું (મહેશ ભટ્ટ) સાચું નામ અસલમ છે, તેણે તેની બીજી પત્ની (સોની રાઝદાન) સાથે લગ્ન કરવા માટે ધર્મ પરિવર્તન કર્યું. કેવું સુંદર નામ છે, કેમ છુપાવો છો? તેણે તેના વાસ્તવિક નામનો ઉપયોગ કરવો જોઈએ. જ્યારે તેઓ ધર્મ પરિવર્તન કરે છે ત્યારે કોઈએ કોઈ ચોક્કસ ધર્મનું પ્રતિનિધિત્વ ન કરવું જોઈએ…” વર્ષ 2020માં પણ કંગનાએ મહેશ ભટ્ટ પર તેના પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત વર્ષની શરૂઆતમાં કંગનાએ મહેશની પુત્રી અને અભિનેત્રી આલિયા ભટ્ટ પર પણ નિશાન સાધ્યું હતું.
Leave a Reply
View Comments