રામાયણના ‘રામ’ અરુણ ગોવિલને મળ્યા બાદ સ્વામી જગદગુરુ રામભદ્રાચાર્ય રડવા લાગ્યા… – વિડીયો જોઈને ભાવુક થઈ જશે

surties

હાલ ના સમયમાં સોશિયલ મીડિયા પર અનેક ચોંકાવનારા વિડીયો વાયરલ થતા રહેતા હોઈ છે. કેટલાક વિડીયો જોઈ આપડે હસી પડતા હોઈએ છીએ તો કેટલાક વિડીયો આપણને ઈમોશનલ પણ કરી ડેટ હોય છે, હાલ તેવો જ એક વિડીયો સોશિયલ મીડીયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં ભગવાન રામની ભૂમિકા ભજવનાર અરુણ ગોવિલ જોવા મળે છે.

રામાનંદ સાગરની ધાર્મિક ટીવી સીરિયલ ‘રામાયણ’માં તેઓએ ભગવાન શ્રી રામ નો કિરદાર ખુબજ અદભૂત રીતે નિભાવ્યો હતો. ધાર્મિક સીરીયલ રામાયણને કારણે ચાહકો આજે પણ તેની સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા છે.

આ વાયરલ વિડીયોમાં જોઈ શકાઈ છે કે સ્વામી જગદગુરુ રામભદ્રાચાર્ય અરુણ ગોવિલને પોતાની સામે જોઈને સ્વામી જગદગુરુ પોતાની જાતને રોકી શક્યા ન હતા અને રડવા લાગ્યા હતા.

આ ઈમોશનલ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થયો છે અને લોકો ખુબજ શેર કરી રહ્યા છે. વિડીયો માં સ્પસ્ટ પણે જોઈ શકાઈ છે કે સ્વામી જગદગુરુ રામભદ્રાચાર્ય પ્રવચન આપી રહ્યા હોય ત્યારે અરુણ ગોવિલ તેમના આશીર્વાદ લેવા તેમની પાસે પહોંચે છે. આ સમય દરમિયાન માહોલ ભાવુક બને છે અને સ્વામી જગદગુરુ રામભદ્રાચાર્ય ગળે લગાવે છે અને રડવા લાગે છે.

હાલ થોડા સમય પહેલા પણ આવોજ એક વિડીયો વાયરલ થયો હતો જેમાં જોવા મળ્યું હતું કે એરપોર્ટ પર લોકો અરુણ ગોવિલના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેતા નજરે ચડયા હતા.