અરે…..રે…. એમિલિયાનો માર્ટિનેઝ એ ‘ગોલ્ડન ગ્લોવ’ ટ્રોફી સાથે કર્યું અશ્લીલ કૃત્ય, જુઓ શું થશે સજા?

surties

આર્જેન્ટિનાએ FIFA વર્લ્ડ કપ 2022નો ખિતાબ જીતી લીધો છે. આર્જેન્ટિનાના ગોલકીપર એમિલિયાનો માર્ટિનેઝે ‘ગોલ્ડન ગ્લોવ’ ટ્રોફી જીતી. આ ટ્રોફી જીત્યા પછી તે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યો હતો, પરંતુ આ ખુશીમાં તેણે એવું અશ્લીલ કૃત્ય કર્યું, જેનાથી કદાચ આખી દુનિયા નારાજ થઈ ગઈ. કતારના અધિકારીઓ પણ માર્ટિનેઝના આ કૃત્યથી ખુશ નહીં થાય.

એવોર્ડ સમારંભ દરમિયાન, એમિલિયાનો માર્ટિનેઝ તેની ‘ગોલ્ડન ગ્લોવ’ ટ્રોફી લેવા સ્ટેજ પર પહોંચ્યા. ટ્રોફી લીધા બાદ તેણે કંઈક એવું કર્યું છે જેનાથી બધાની ભમર વધી ગઈ છે. માર્ટિનેઝનો આ વિડીયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે, જેની હવે બધા દ્વારા ટીકા થઈ રહી છે.

માર્ટિનેઝની ટ્રોફી એક હાથ આકાર ની હતી, જેને તેણે પોતાના પ્રાઈવેટ પાર્ટ પર મૂકીને ઉજવણી કરી હતી. તેના આ કૃત્ય પર બ્રોડકાસ્ટર્સે પણ શરમ વ્યક્ત કરી હતી. માર્ટિનેઝ એ વર્લ્ડ કપમાં ફ્રાન્સ સામેની જીતમાં હીરોની ભૂમિકા ભજવી હતી, પરંતુ તેનું અશ્લીલ કૃત્ય હવે તેની વિરુદ્ધ જઈ રહ્યું છે.