એલન મસ્કે ટ્વિટર ખરીદ્યા બાદ ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. એક ચોંકાવનારી એવી જાહેરાત કરવામાં આવી છે કે ટ્વિટર પર બ્લૂ ટિક એટલે કે વેરિફાઈડ એકાઉન્ટ માટે યુઝરને હવે દર મહિના દીઠ $8 એટલે કે અંદાજીત રૂ. 660 ચુકવવા પડશે.
માહિતી એવી પણ સામે આવી છે કે આ ચાર્જ દરેક દેશમાં અલગ-અલગ હોઈ શકે છે. એલન મસ્કે આ ચોંકાવનારી જાહેરાત ટ્વિટર ખરીદ્યાના પાંચ દિવસ બાદ મંગળવારે કરી હતી.
$8 ચુકવવાની જાહેરાત થતાજ ટ્વિટર ને વિશ્વભર માંથી ફરિયાદો મળી, આ તમમાં ફરિયાદો ના જવાબ માં એલન મસ્કે સ્પષ્ટ કર્યું કે તમામ ફરિયાદીઓ, કૃપા કરીને ફરિયાદ કરવાનું ચાલુ રાખો, પરંતુ તમારે 8 ડોલર તો ચૂકવવા જ પડશે.જોકે ભારત માં હજુ આ ફી ને લઇ ને કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી.
Leave a Reply
View Comments