હાલમાં જ પીએમ નરેન્દ્ર મોદીએ(Narendra Modi ) સુરતની મુલાકાત લીધી હતી, અને કરોડો રૂપિયાના પ્રોજેક્ટોના(Project ) લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. આ સમયે તેઓએ તેમના ભાષણમાં સુરતને લઈને કહ્યું હતું કે આવનાર સમયમાં દેશમાં સુરત શહેરને ઇલેક્ટ્રિક વાહનોના શહેર તરીકે ઓળખવામાં આવશે. જોકે આ દિશામાં સુરત શહેર પહેલાથી જ ઘણું આગળ દોડી રહ્યું છે.
થોડા સમય પહેલા જ સુરત મહાનગરપાલિકા દ્વારા ઇલેક્ટ્રિક વાહનોને લઈને ખાસ પોલિસી પણ જાહેર કરવામાં આવી હતી. જેમાં ઇલેક્ટ્રિક વાહન ખરીદનારને વાહન ટેક્સથી લઈને પાર્કિંગ સુધીમાં ઘણી રાહત આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ પોલિસી જાહેર થયા બાદ પણ શહેરમાં ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા ખુબ ઝડપથી વધી રહી છે. કોર્પોરેશનના અધિકારીઓનું માનીએ તો સુરતમાં 16 હજાર કરતા પણ વધારે ઇલેક્ટ્રિક વાહનો નોંધાયા છે. જેના માટે હવે કોર્પોરેશન અલગ અલગ 25 જગ્યાએ ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન કાર્યરત કરી દીધા છે. જ્યાં લોકો 14 રૂપિયા યુનિટે ચાર્જિંગ કરી શકશે.
Leave a Reply
View Comments