ગુજરાતમાં ચૂંટણીની તારીખ જાહેર – જુઓ તમારે કઈ તારીખે આપવાનો છે મત

Surties - Surat News

જે તારીખોની આતુરતા થી રાહ જોવાઈ રહી હતી તે તારીખ એટલે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ. હવે આ આતુરતા નો અંત આવ્યો છે. ચુટણી પંચની પ્રેસ કેન્ફરન્સમાં ગુજરાતની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા 3જી નવેમ્બરે ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર થતાં આદર્શ આંચાર સહિંતનો અમલ શરૂ.

• તબક્કો 1 મતદાન : 1મી ડિસેમ્બર

• તબક્કો 2 મતદાન : 5મી ડિસેમ્બર

• પરિણામ : 8મી ડિસેમ્બર

: વિધાનસભા ચૂંટણી પ્રથમ તબક્કો: 

કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ,જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા

: વિધાનસભા ચૂંટણી દ્રિતીય તબક્કો: 

વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, પાટણ, છોટાઉદેપુર

 

પહેલા તબક્કામાં માં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માં પહેલી ડિસેમ્બર અને બીજા તબક્કા માં પાંચ ડિસેમ્બર ના રોજ ઉતર અને મધ્ય ગુજરાતમાં મતદાન. ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા ઉમેદવારે ન્યૂઝ પેપરમાં પોતાની સામે ગુનાઓ નોંધાયેલ છે તેવી જાહેરાતો આપવી પડશે. દરેક પોલિંગ બૂથ ગ્રાઉન્ડ ફ્લોર પર રહેશે. દિવ્યાંગ મતદારોને વિશેષ સુવિધા આપવામાં આવશે. ફેક ન્યુઝ પર નજર રાખવા માટે સોશિયલ મીડિયા ટીમ તૈયાર કરવામાં આવી. કોરોના પીડિતોને ઘરેથી જ મતદાન કરવાની સુવિધા આપવામાં આવશે. 18 ફેબ્રુઆરી 2023 ના રોજ ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થાય છે. નવી સરકાર 11 કે 12 ડિસેમ્બરે શપથ લેશે.

Surties - Surat News

શ્રી રાજીવ કુમાર (ચીફ ઇલેક્શન કમિશનર)
મહત્વના મુદ્દા

  • 1274 વિશેષ મહિલા મતદાન મથકો- માત્ર મહિલા પોલીસ અધિકારીઓ અને મહિલા ચૂંટણી સ્ટાફ જ રહેશે.
  •  182 મતદાન મથકોનું સંચાલન માત્ર દિવ્યાંગ ચૂંટણી સ્ટાફ દ્વારા જ કરાશે.
  •  દરેક જિલ્લામાં એક એવા ગુજરાતમાં 33 મતદાન મથકો એવા હશે જેમાં સૌથી યુવા સ્ટાફ એટલે કે હાલમાં જ ભરતી કરાયેલા ચૂંટણી અધિકારી-કર્મચારીઓનો સ્ટાફ ફરજ બજાવશે.
  • 80 કિ.મી. દૂરથી આવવું પડતું હતું- હવે શિપિંગ કન્ટેઈનરમાં મતદાન મથક ઉભું કરાશે- 283 મતદારો છે.
  •  1 વોટ લેવા માટે 15 જણાનો સ્ટાફ જશે- જાફરાબાદના શિયાળબોટના 457 મતદારો માટે વિશેષ વ્યવસ્થા બોટમાં કરાશે
  •  સિદી સમુદાયના લોકો માટે વિશેષ મતદાન સુવિધા- માધવપુર-ગીર વિસ્તારમાં 200થી વધુ મતદારો છે.
  •  80 વર્ષથી વધુ વયના સિનિયર સિટીઝનો- દિવ્યાંગો- પીડબ્લ્યુડી- જે લોકો મતદાનમથકે આવી નથી શકતા તેમના માટે પોસ્ટલ બેલેટની સુવિધા પૂરી પડાશે.
  •  9.89 લાખ 80 વર્ષથી વધુ વયના સિનિયર સિટિઝન મતદારો ગુજરાતમાં છે.
  •  4.08 લાખ પીડબ્લ્યુડી (દિવ્યાંગ) મતદારો માટે વિશેષ સુવિધા- પાર્કિંગથી લઈને મતદાનમાં પ્રાથમિકતા સુધીની સુવિધા- પીડબ્લ્યુડી અને 80થી વધુ વયના મતદારો માટે પીડબ્લ્યુડી એપ પર બુકિંગ કર્યે વિશેષ સુવિધા મતદાન મથકે મળી શકશે.
  •  2017માં 700 ટ્રાન્સજેન્ડર મતદારો હતા જે અત્યારે 100% વધ્યા, 1417 ટ્રાન્સજેન્ડર મતદારો અત્યારે છે, દેશમાં કુલ 44 હજારથી વધુ ટ્રાન્સજેન્ડર મતદારો છે.