ડિલીવરી બાદ પણ ‘ફીટ’ છે આ અભિનેત્રીઓ, તસવીરો જોઈને વિશ્વાસ નહિ થાય…

surties

ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જેમ ટીવી ઈન્ડસ્ટ્રીમાં પણ એવી ઘણી અભિનેત્રીઓ છે જે પોતાની સુંદરતા માટે જાણીતી છે. ગર્ભાવસ્થાને કારણે અને કેટલીકવાર સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે ફિટનેસમાં વધઘટ થાય છે અને પછી શરીરમાં પરિવર્તન થતું હોઈ છે.

સ્મૃતિ ખન્ના

surties

‘મેરી આશિકી તુમસે હી’ ફેમ સ્મૃતિ ખન્ના વર્ષ 2020માં માતા બની હતી. લોકડાઉનમાં તેણે 15 એપ્રિલે એક પુત્રીને જન્મ આપ્યો હતો. તેની ડિલિવરીનાં 10 દિવસ પછી સ્મૃતિ ખન્નાએ તેની એક તસવીર શેર કરી, જેમાં તેનું ફિગર જોઈને બધા ચોંકી ગયા કે તેણે આટલા ઓછા સમયમાં વજન કેવી રીતે ઘટાડ્યું.

એકતા કૌલ

surties

‘રબ સે સોના ઇશ્ક’ અભિનેત્રી એકતા કૌલ પણ તે ઝડપી વજન ઘટાડનારાઓમાંની એક છે. જણાવી દઈએ કે લોકડાઉન દરમિયાન એકતા કૌલ 2020માં માતા બની હતી. તેણીએ જૂન 2020 માં એક પુત્રને જન્મ આપ્યો અને તેણીની ડિલિવરીના થોડા અઠવાડિયામાં ઘણું વજન ઘટાડ્યું.

સૌમ્યા ટંડન

surties

‘ભાબીજી ઘર પર હૈં’થી ફેમસ બનેલી અભિનેત્રી સૌમ્યા ટંડને પણ પોતાની ડિલિવરી બાદ પોતાના બોડી ટ્રાન્સફોર્મેશનથી ફેન્સને ચોંકાવી દીધા હતા. જણાવી દઈએ કે સૌમ્યા ટંડન 2019માં માતા બની હતી. ડિલિવરી પછી, જ્યારે તેણે તેના વર્કઆઉટ, હેલ્ધી ડાયટ અને યોગના ફોટા શેર કર્યા, ત્યારે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા કે તેણે પોતાનું વધારાનું વજન કેવી રીતે ઘટાડ્યું.

પૂજા બેનર્જી

surties

અભિનેત્રી પૂજા બેનર્જીએ પણ ખૂબ જ ઓછા સમયમાં પ્રેગ્નન્સી બાદ પોતાનું વજન ઘટાડીને બધાને ચોંકાવી દીધા છે. પૂજા બેનર્જીએ એપ્રિલ 2020માં પુત્રને જન્મ આપ્યો હતો અને પુત્રના જન્મના 6 અઠવાડિયા બાદ જ પૂજાએ તેના સ્લિમ લુકમાં ફોટો શેર કરીને બધાને ચોંકાવી દીધા હતા.

છવી મિત્તલ

surties

ફેમસ ટીવી એક્ટ્રેસ છવી મિત્તલે પણ પોતાના પુત્રને જન્મ આપ્યા બાદ પોતાનું વજન ખૂબ જ ઝડપથી ઘટાડીને બધાને ચોંકાવી દીધા હતા. જો કે, બીજી વખત માતા બનવું ખૂબ જ પીડાદાયક હતું કારણ કે અભિનેત્રીને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી પસાર થવું પડ્યું હતું.